મજુરા બેઠક પરથી ટિકિટ મળતા હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું, Video
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ ક્યારે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાના છે તે અંગે રાહ જોવાઈ રહી હતી. જોકે આજે ભાજપ દ્વારા 160…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ ક્યારે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાના છે તે અંગે રાહ જોવાઈ રહી હતી. જોકે આજે ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામની જાહેરાત કર્યા પછી ઘણી બેઠકો પર ખુશી તો ક્યાંક ટિકિટ ન મળ્યાનો રંજ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સુરતમાં મજુરા બેઠક પરથી ટિકિટ મળ્યા પછી હર્ષ સંઘવીની ખુશીનો પાર રહ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે તેમણે તો અહીં નાનપણ માણ્યું છે તો પાર્ટીએ મને આ બેઠક પરથી ટિકિટ આપી છે તે બદલ હું તેમનો આભારી છું.
સૌથી યુવા ધારાસભ્ય અને ગૃહરાજ્યમંત્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તક્કામાં યોજાવાનની છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે. આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ભારતીય જનતા પાર્ટીમાં હાલના ધારાસભ્યોમાં સૌથી યુવાન વયના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમની જ પરંપરાગત બેઠક મજુરા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. હર્ષ રમેશભાઈ સંઘવીનો જન્મ પણ સુરતમાં 1985માં થયો હતો. માત્ર 37 વર્ષની ઉંમરના હર્ષ સંઘવી પાર્ટીમાં જોડાયા પછી સતત આગળ વધતા ગયા અને હાલ તેઓ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમને જ્યારે મજુરા બેઠક પરથી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે ત્યારે તેમણે શું પ્રતિક્રિયા આપી છે આવો તેમના જ શબ્દોમાં જાણીએ. જુઓ વીડિયો…
Gujarat Election 2022 : મજુરા વિધાનસભા ક્ષેત્ર મારો પરિવાર છે : Harsh Sanghavi#GujaratElections2022 #ElectionWithGujaratTak @sanghaviharsh pic.twitter.com/L7HSYyS8ji
— Gujarat Tak (@GujaratTak) November 10, 2022
(વીથ ઈનપુટઃ દુર્ગેશ, ગાંધીનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT