અમદાવાદ અકસ્માત: ‘બાપ-દીકરા બંનેને કાયદાનું ભાન પડે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે’, હર્ષ સંઘવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર ઓવરસ્પીડમાં ચાલતી જગુઆર કારે સર્જેલા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા. અકસ્માતના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. તો મુખ્યમંત્રીએ પણ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ટ્વીટ કરીને સહાયની જાહેરાત કરી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને આ બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, બાપ-દીકરા બંનેને કાયદાનું ભાન પડે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

તથ્ય પટેલના પિતા સામે પણ ગુનો દાખલ કરાશે
હર્ષ સંઘવીએ કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તથ્ય પટેલ ગોતામાં રહે છે તે પોતાના મિત્રો સાથે ગાડી લઈને નીકળ્યો હતો. તેણે ઈસ્કોન બ્રિજ પર પહેલાથી અકસ્માતમાં લોકોની મદદ કરી રહેલા પોલીસ જવાન સહિત અનેક લોકો પર ગાડી ફેરવી દીધી. જેમાં 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા, યુવાનો સાથે અમારા બે પોલીસ જવાનો પણ મૃત્યુ પામ્યા છે. તથ્ય પટેલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ડોક્ટરની મંજૂરી બાદ તેની ધરપકડ કરવામાં આવશે. ઉપરાંત તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જે ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવણી રહી છે, તેની સામે સામાન્ય નાગરિકો સાથે સ્થળ પર જઈને માથાકુટ કરવી, ધમકી આપવી જેવી ઘટનાઓને લઈને તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

કેસને ફોસ્ટ્રેક કોર્ટમાં ચલાવાશે
તેમણે આગળ ઉમેર્યું, આ સાથે જે લોકો કારમાં સવાર હતા, તેમની પણ શોધખોળ ચાલી રહી છે. આ કેસની તપાસ CP, JCP, 3 DCP અને 5 PI કરશે. આજ સાંજ પહેલા RTOનો રિપોર્ટ આવી જશે, કાલ સાંજ પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી જશે અને આવતીકાલે રાત પહેલા FSL રિપોર્ટ આવી જશે. અઠવાડિયાની અંદર ચાર્જશીટ પૂરી કરીને કેસને ફાસ્ટટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે, જેથી કરીને કોઈ નબીરા ભવિષ્યમાં આવી હિંમત ન કરે. બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT