આકરા ઉનાળાના એંધાણ વચ્ચે અરવલ્લીની સરડોઈ પંચાયતનો આકરો નિર્ણય, પાણી બગાડ્યુ તો….

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લીઃ રાજ્યમાં ફેબ્રુઆરી માસમાં જ ઉનાળાએ દસ્તક દીધી છે. એવામાં હવે રાજ્યમાં પાણીની તંગી પણ જોવા મળી શકે તેવી સ્થિતિ છે. આ બધાની વ્ચ્ચે અરવલ્લીમાં સરડોઈ ગામમાં પાણીનો વેડફાટ કરવા બદલ નોટિસ આપવામાં આવશે તેવો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. જે કોઈપણ પાણીનો બગાડ કરશે તેની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં પંચાયત દ્વારા પાણીનો વેડફાટ ન થાય તે માટે આકરો પણ પ્રશંસનીય નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેરમાં પાણીનો બગાડ કરનારને નોટિસ આપવામાં આવશે. જે વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તેને 100 રુ.નો દંડ કરવામાં આવશે.આમ તો દંડની રકમ અમુક લોકો માટે મામુલી હશે પરંતુ રાજ્યમાં આકરા ઉનાળાના એંધાણ જ્યારે વર્તાઈ રહ્યાં છે ત્યારે નાગરિકો માટે આવા પ્રકારના કોઈ કડક નિયમો હોવા પણ ખુબ જરુરી છે.

પાણીનો બગાડ કર્યો તો થશે દંડ
ઉનાળાના સમયે એક તરફ પાણીનો પોકાર શરૂ થતાં હોય છે.તો બીજી તરફ લોકો દ્વારા પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે આવા કપરા સમયે પાણી બચાવવા માટે પાણીનો વેડફાટ ન થાય એ ખાસ જરૂરી હોય છે. ત્યારે સરડોઈ ગામના સરપંચ અને તેમની કમિટી દ્વારા ઠરાવ કરવામા આવ્યો છે કે,જે કોઈ રહીશ પાણીનો ખોટી રીતે વેડફાટ કરશે તેને નોટિસ આપી અને રૂપિયા 100 નો દંડ વસૂલ કરવામાં આવશે જેથી પાણી નો બગાડ અટકી જશે અને સ્વચ્છતા પણ જળવાશે. ઉનાળાના સમયે થતો પાણીનો વેડફાટ અટકાવવાથી પાણી સમસ્યા પણ નિવારી શકાશે. આ સરાહનીય કામગીરીથી અન્ય ગ્રામપંચાયત સત્તાધીશો પણ પ્રેરણા લઈ અને પાણી બચાવવા માટે આવા નિર્ણય કરે તે આવકાર્ય રહેશે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Surat માં દર કલાકે 1 વ્યક્તિને કરડે છે કુતરુ, મેયરે કહ્યું કુતરા રાખવા જગ્યા નથી

ગામલોકોએ પંચાયતના નિર્ણયને આવકાર્યો
એડવોકેટ વર્ષાબેન શુક્લા પંચાયતના આ નિર્ણયને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા કહે છે કે, હાલ સરડોઈ ગામમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.આ અભિયાનમાં પાણીનો ખુબ બગાડ કરવામાં આવે છે. આ સાથે ગામના નાગરિકો દ્વારા પણ પાણીનો બગાડ કરવામાં આવે છે. આકરા ઉનાળાની શક્યતા વચ્ચે પાણીનો બગાડ અટકે તે હેતુથી પંચાયતનો આ નિર્ણય ખુબ ઉત્તમ છે. સાથે જો બગાડ થશે તો ઘરદીઠ 100 રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે જેથી લોકમાં જાગૃતિ પણ આવશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT