પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અને CA સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર હરિયાણાની યુવતી કોર્ટમાં ફરી ગઈ
દિગ્વિજય પાઠક/વડોદરા: અતિચકચારી દુષ્કર્મ કેસમાં ફરિયાદી યુવતીએ કોર્ટમાં ફેરવી તોળ્યું હતું. અને તેણી હોસ્ટાઈલ જાહેર થઇ છે. સમગ્ર ગુજરાતમાં ચકચારી જમાવનાર આ કેસમાં પાવાગઢ ટ્રસ્ટના…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક/વડોદરા: અતિચકચારી દુષ્કર્મ કેસમાં ફરિયાદી યુવતીએ કોર્ટમાં ફેરવી તોળ્યું હતું. અને તેણી હોસ્ટાઈલ જાહેર થઇ છે. સમગ્ર ગુજરાતમાં ચકચારી જમાવનાર આ કેસમાં પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રખ્યાત સી.એ. વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ યુવતીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે આ બંનેએ મારી સાથે કઈ ખોટું કર્યું નથી.
શહેરના ગોત્રી પોલીસ મથકમાં મૂળ હરિયાણાની અને પારુલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનિંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટમાં કામ કરી રહી હતી. આ કંપનીના મલિક અશોકભાઇએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. અને ત્યાં આ યુવતી ઉપર કંપનીના મલિક આશિક જૈન તથા પાવાગઢ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી કે જેઓ અશોક જૈનના કલાઇન્ટ છે તેઓએ યુવતી સાથે વર્ષ 2021 માં કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી. જે તે સમયે ગૃહ મંત્રાલય સુધી પહોંચેલ આ મામલો ક્રાઇમ બ્રાન્ચ પાસે પહોંચ્યો હતો અને તેના આધારે પોલીસે આ બંનેની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને તે હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ મામલો કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી. જેમાં તેણીએ ફેરવી તોળ્યું હતું. તેણીએ કોર્ટમાં જણાવ્યું કે, તે દિલ્હીમાં હતી ત્યારે તેના ફોન પર મોર્ફ કરેલા ફોટો તેને મળ્યા હતા. અને તેને બદનામ કરવાની ધમકી પણ મળી હતી. જે સંબંધિત ફરિયાદ કરવા માટે તે દિલ્હીથી વડોદરાના ગોત્રી પોલીસ મથકે પહોંચી હતી. ત્યાં બહાર તેની મદદ માટે હાજર લોકોએ કાગળિયા તૈયાર કર્યા હતા. આ લોકોમાં બે પૈકી એક વકીલ હતા, જેનું નામ તેણીને યાદ નથી. કાગળિયાઓ ગુજરાતીમાં તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં તેણીએ સહી કરી હતી અને વકીલનું નામ યાદ નથી. વધુમાં ફરિયાદીને કોર્ટમાં 22 ફોટા બતાવવામાં આવ્યા હતા. જેમાં તેણીએ કહ્યું કે, ફોટા ખોટા છે.
ADVERTISEMENT
ફરિયાદ કર્યાના એક વર્ષ પહેલાં તે રાજુ ભટ્ટને મળી હતી. રાજુ ભટ્ટ અને અશોક જૈને તેની સાથે કઈ ખોટું કર્યું નથી. ફરિયાદી યુવતી હોસ્ટાઇલ થતા હવે આ કેસ પેચીદો બન્યો છે. અને નવો વળાંક આવતા ચકચારી મચી જવા પામી છે. આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું હોવાની પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉપરાંત અશ્લીલ વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે ફરિયાદીએ ફેરવી તોળતા તેણીને હોસ્ટાઈલ જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT