વિરમગામ સર કરવું હાર્દિક પટેલ માટે અઘરુંઃ 15 વર્ષથી ભાજપને અહીં નથી મળી સત્તા, પક્ષપલટુંને જનતાનો જાકારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ હાર્દિક પટેલ અનામત આંદોલનના ચહેરાથી લઈ કોંગ્રેસ અને પછી ભાજપ તરફ વળ્યા પણ હવે તેમને ભાજપે વિરમગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે આ બેઠકના સમીકરણો પર નજર કરીએ તો વિરમગામ સર કરવું હાર્દિક પટેલ માટે ખરેખર અઘરું લાગી રહ્યું છે. ખાસ કરીને આ બેઠક પર છેલ્લા 15 વર્ષથી ભાજપને સત્તા મળી નથી તો બીજી બાજુ પક્ષપલટું નેતાને અહીં જનતાએ જાકારો આપ્યો છે. તો આવો જાણીએ આવા જ ગણિત અંગે.

હાર્દિક સામે કોણ બને છે પડકાર?
વિરમગામ બેઠક પર આમ તો ઘણા દાવેદારો ભાજપમાંથી ટિકિટ માટે સક્ષમતા દર્શાવી ચુક્યા હતા પરંતુ અહીં ભાજપે પોતાના સૌથી યુવાન ઉમેદવાર હાર્દિક પટેલને ઉમેદવારી કરવાની તક આપી છે. હાર્દિક પટેલ માટે નિશ્ચિત જ આ સેફ સીટ મનાય છે પરંતુ અહીંની ચૂંટણી દરમિયાન આ બેઠક માટે ખરેખર તેઓ નવો ચહેરો છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસ દ્વારા પોતાના સીટિંગ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને ફરી ટિકિટ આપવામાં આવશે કે પછી તેઓ પણ અહીં નવા ચહેરાનો ખેલ રમશે તેના પર બધું નભેલું છે. હાલ આ બેઠક પર આમ આદમી પાર્ટીએ હાર્દિક પટેલ સામે કુંવરજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા છે.

15 વર્ષથી ભાજપની સત્તાની ઝંખના
હાર્દક પટેલને ભાજપે વિરમગામ બેઠક પર ચૂંટણી મેદાને ઉતારી તો દીધા છે પરંતુ અહીં છેલ્લા 15 વર્ષથી ભાજપ જીતની ઝંખના કરી રહ્યું છે, મતલબ કે 15 વર્ષથી જીત ભાજપના નસીબે આવી નથી. જોકે આ વખતે આમ આદમી પાર્ટી જો કોંગ્રેસની બાજી બગાડે અને તેનો ફાયદો ભાજપને મળે તો હાર્દિક પટેલ માટે રસ્તો સરળ બની પણ શકે તેમ છે. જોકે તે વાત તો જો અને તો વાળી થઈ તેથી હાલ હાર્દિક પટેલ માટે આ બેઠક પર ઝંડો ખુંપીને નેતા બનવું જરૂરી છે કારણ કે હાર્દિક પટેલની આ જીત અને હાર જ તેમના આગામી રાજકીય કારકિર્દીનું પુરાણ લખશે.

ADVERTISEMENT

અહીં પક્ષપલટો નેતાઓને ભારે પડ્યો છે
અગાઉ આ બેઠક વર્ષ 2012ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા ડો. તેજશ્રીબેન પટેલે જીતી હતી. તે સમયે તે ભાજપના પ્રાગજી નારણભાઈને 67 હજાર મતોથી આગળ હતા. પરંતુ સમય જતા તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપની ટિકિટ પર 2017માં ડો. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ જ્યારે કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ સામે ચૂંટણીના મેદાને ઉતર્યા ત્યારે જનતાએ તેમને જાકારો આપ્યો હતો અને લાખાભાઈ 6500થી વધુ મતથી અહીં વિજેતા થયા હતા. એટલે છેલ્લી બે ચૂંટણીઓને જોતા એવું કહી શકાય કે પક્ષપલટો નેતાને ભારે પડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT