સાળંગપુર બાદ હવે કુંડળ મંદિરમાંથી પણ નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ
Swaminarayan Temple Controversy: સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં ભીંત ચિત્રોનો વિવાદ વકર્યો હતો, જે બાદ તેને હટાવી લેવામાં આવ્યા. જોકે આ સાથે કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ…
ADVERTISEMENT
Swaminarayan Temple Controversy: સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં ભીંત ચિત્રોનો વિવાદ વકર્યો હતો, જે બાદ તેને હટાવી લેવામાં આવ્યા. જોકે આ સાથે કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો, ત્યારે આ વિવાદ વધુ વકરે તે પહેલા જ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે.
મંદિરમાંથી વિવાદિત પ્રતિમા હટાવાઈ
બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ પર વિવાદ થયો હતો. જેમાં નિલકંઠ વર્ણીને હનુમાનજી ફળો અર્પણ કરતા દર્શાવાયા હતા અને તેવા બેનરો પણ લાગ્યા હતા. પરંતુ આ ફોટો-વીડિયો વાઈરલ થતા ભક્તોમાં રોષ ભભૂક્યો હતો, જે બાદ હવે તપ કરતા નિલકંઠ વર્ણીની સામેથી હનુમાનજીની મૂર્તિને હટાવી લેવામાં આવી છે, જેથી વિવાદ વધુ વકરે નહીં.
સાળંગપુરમાં પણ વિવાદિત ભીંત ચિત્રો હટાવાયા
નોંધનીય છે કે, બીજી તરફ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચેથી વિવાદિત ભીંતચિત્રોને પણ હટાવી લેવામાં આવ્યા છે. સોમવારે મુખ્યમંત્રી સાથે બેઠક બાદ સંતોએ જાહેરાત કરી હતી કે તેઓ સૂર્યોદય પહેલા આ વિવાદિત ચિત્રોને હટાવી લેશે. બાદમાં સોમવારે મોડી રાત્રે પોલીસની હાજરીમાં જ આ ચિત્રોને હટાવી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT