ગુજરાતી એટલે જુગાડી, આ ગુજરાતીએ હેર સલૂન માટે પસંદ કર્યું અનોખુ સ્થળ
નર્મદા,નરેન્દ્ર પેપરવાલા : આપણાં દેશના લોકોને કોઈ સમસ્યા હોય તો તે જુગાડ કરવામાં માહિર હોય છે અને ગામડાનીતો વાત જ કંઈક અલગ હોય છે, આવા…
ADVERTISEMENT
નર્મદા,નરેન્દ્ર પેપરવાલા : આપણાં દેશના લોકોને કોઈ સમસ્યા હોય તો તે જુગાડ કરવામાં માહિર હોય છે અને ગામડાનીતો વાત જ કંઈક અલગ હોય છે, આવા જુગાડની કહાની ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં સામે આવી છે. ગુજરાતના છોટાઉદેપુરમાં એક ઘટના સામે આવી છે જ્યાં એક શિક્ષિત બેરોજગાર યુવકને રોજગારી મળી નથી અને તેની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે પૈસાથી ભાડે કોઈ દુકાન લઈ શકે, પરંતુ તેમ છતાં તેણે હિંમત ન હારી અને એવી રીતે કર્યો કે લોકો ચોંકી ઉઠયા.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જાડુલી ગામની આ ઘટના છે. જ્યાં મકન ભીલ નામનો એક યુવક રહે છે, જે સ્નાતક થયા પછી પણ બેરોજગાર હતો, તે કોઈ નાનો ધંધો કરવા માંગતો હતો, પરંતુ ઘરની સ્થિતિ એટલી સારી નહોતી કે તે નોકરી કરીને આગળ અભ્યાસ કરી શકે. હવે તેને ગામડાની અંદર આટલા ધંધા રોજગાર અને ભણેલા બેરોજગારો પાસે નાની દુકાન પણ ભાડે આપી શકાય તેટલા પૈસા નહોતા, છતાં પણ તેણે હિંમત ન હારી, તે કોઈ પણ વ્યવસાય કરવા તૈયાર હતો જેનાથી તે ઘર ચલાવી શકે, તેમણે હેર કટિંગ આવડતું હતું જેથી તે પોતાનું સલૂન ખોલવાનું વિચારતો હતો, પરંતુ તેની પાસે સલૂન ખોલવા માટે દુકાન માટે કોઈ જગ્યા ણ હતી અને તેની પાસે ભાડા પર દુકાન લેવા માટે બીજું કંઈ ન હતું. જુગાડી ગુજરાતીએ પોતાના ગામમાં નજર દોડાવી ગામમાં જઈને જોયું કે તેના ગામમાં એક શૌચાલય છે પરંતુ પાણીની વ્યવસ્થા નથી જેથી ગામના લોકો શૌચાલયનો ઉપયોગ છેલ્લા 2 વર્ષથી કરતા નથી. બેરોજગાર યુવકે બંધ શૌચાલયમાં જ પોતાનું સલૂન બનાવી નાખ્યું. શૌચાલયમાં સલૂન શરૂ કર્યા પછી શરૂઆતમાં કોઈ આવતું નથી.પરંતુ હવે તેમનો જુગાડ કામ આવ્યો અને હવે તેમનો ધંધો ધીમે ધીમે ચાલવા લાગ્યો છે.
પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા
આ અંગે સ્થાનિક પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલે જણાવ્યું હતું કે અભ્યાસ કર્યા બાદ પણ ગામડામાં મોટી સંખ્યામાં યુવાનો બેરોજગાર હોવાથી જિલ્લામાં બેરોજગારીની મોટી સમસ્યા છે. સલૂનના માલિક મકન ભીલે જણાવ્યું કે તે ગ્રેજ્યુએટ છે, તેણે પોતાનું નામ જ્યાં તેના શિક્ષિત બેરોજગારો સરકારમાં ભરતી થયા છે, જ્યાંથી ઇન્ટરવ્યુ બહાર પડે છે ત્યાં નોંધાવ્યું છે. પરંતુ ક્યાંય તેમને નોકરી મળી ન હતી. સાથે ઘરની પરિસ્થિતિ પણ ખરાબ હતી. સલૂનના વ્યવસાય માટે તેણે એક બંધ શૌચાલયને જ પસંદ કર્યું. તે કહે છે કે, હું રોજના 100 થી 200 રૂપિયા કમાઉ છું.
ADVERTISEMENT
આમ, ગુજરાતના છોટા ઉદેપૂરમાં બેરોજગાર યુવકે પોતાનું ઘર ચલાવવા માટે બંધ શૌચાલયનો ઉપયોગ કર્યો છે અને વ્યવસાય પણ સરખી રીતે ચાલે છે. દરેક વ્યક્તિએ ફિલ્મ ટોયલેટ એક લવ સ્ટોરી તો સાંભળી જ હશે, પરંતુ ટોયલેટની અંદરના સલૂનની વાત પણ ખૂબ જ રસપ્રદ છે.
ADVERTISEMENT