SURAT POLICE ન હોત તો સલમાન ખાન ઠાર મરાયો હોત, ષડયંત્રનો પર્દાફાશ
સુરત : ખ્યાતનામ સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી ચર્ચામાં આવેલી કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાત ખુંખાર સાગરીતો સુરતમાંથી ઝડપાયા છે. આરોપીઓ સુરતના પિપલોદ વિસ્તારના શાસ્વતનગરમાં રસોઇયા-ડ્રાઇવર…
ADVERTISEMENT
સુરત : ખ્યાતનામ સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી ચર્ચામાં આવેલી કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાત ખુંખાર સાગરીતો સુરતમાંથી ઝડપાયા છે. આરોપીઓ સુરતના પિપલોદ વિસ્તારના શાસ્વતનગરમાં રસોઇયા-ડ્રાઇવર સાથે ઓળખ છુપાવીને રહેતા હતા. રાજસ્થાનમાં ગેંગવોરના કારણે પોતાની જાત બચાવવા માટે તમામ આરોપીઓ સુરતમાં રહેતા હતા. આ સાથે જ પોલીસ કે દુશ્મન ન પહોંચે તે માટે ખાસ વોચ પણ રાખતા હતા.
સલમાન ખાનને મારી નાખવાનું હતુ ષડયંત્ર
પંજાબ પોલીસ દ્વારા પુછપરછમાં બિશ્નોઇએ જણાવ્યું કે, સલમાન ખાનને મારવા માગતો હતો. જેના કારણે હત્યાનું સંપુર્ણ કાવતરૂ રચ્યું હતું. જેના માટે શૂટર કપિલ પંડિતને કામ સોંપાયુ હતું. જો કે સિદ્ધઉ મુસેવાલાના હત્યા કેસમાં કપિલની ધરપકડ તઇ જતા સલમાન ખાનની હત્યાનું કાવતરૂ પણ નિષ્ફળ ગયું હતું. સમગ્ર દેશમાં કુખ્યાત નામ ધરાવતા રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ભાગતા ફરતા કુખ્યાત સાગરિતોને સુરતથી ઝડપી પાડવા સુરત ક્રાઇમબ્રાંચ પોલીસને મોટી સફળતા મળી હતી. સુરત ક્રાઇમબ્રાંચની ટીમને માહિતી મળી કે, રાજસ્થાનના જુંજનુ જિલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેના ઝગડાને કારણે લોરેન્સ બિશ્નોઇ અને સંપત નેહરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવતે તેના સાગરિતો રાજસ્થાન છોડી આશરો લેવા માટે ગુજરાતના સુરત શહેરમાં આવ્યો છે. સારસ્વત નગરમાં છુપાઇને રહેતા હતા.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી
પોલીસે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને 7 ઇસમોને ઝડપી લીધા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, પોતાની ઓળખ બદલવામાં આવી હતી. ડ્રાઇવર અને કુકની સાથે રહેતા હતા. પોલીસ અન્ય દુશ્મન તેની સુધી ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખતા હતા. જો કે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને કુલ 7 સાગરિતોને ઝડપી લીધા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT