ગુજરાતમાં બે દિવસ શિત લહેરઃ 3 રાજ્યોમાં યલો એલર્ટ, જાણો કેવી રહેશે ઠંડી
ગાંધીનગરઃ Weather Update, IMD Alert: ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં થોડા સમય માટે ઠંડીથી રાહત મળી હતી, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત ઉત્તર ભારતના…
ADVERTISEMENT
ગાંધીનગરઃ Weather Update, IMD Alert: ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં થોડા સમય માટે ઠંડીથી રાહત મળી હતી, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું જોરદાર પાછું આવવાનું છે. દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાનશાસ્ત્રી આર.કે. જનામાની અનુસાર, આગામી બે દિવસ સુધી દિલ્હીમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તી શકે છે. તેમજ આગામી બે દિવસ લઘુત્તમ તાપમાન પણ 1.4 ડિગ્રી નોંધાઈ શકે છે. ત્યાર બાદ 18 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. ગુજરાતમાં પણ શિત લહેરની શરૂઆત થઈ ગઈ છે અને બે દિવસ કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો પારો ખુબ નીચો જવાનો છે.
કોરોનાકાળમાં લીધેલી ફીના 15% પાછા આપોઃ શાળાઓને અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
3 રાજ્યોમાં યલો એલર્ટ
પહાડોથી મેદાનો સુધી ઠંડી જામી રહી છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. તીવ્ર ઠંડીની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દિલ્હી સિવાય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હી હવામાન
IMD અનુસાર, 16, 17 અને 18 જાન્યુઆરીએ શીત લહેર ફાટશે, જ્યારે 19, 20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેશે. આ દરમિયાન દિલ્હી-એનસીઆરના મુખ્ય સ્ટેશનો પર તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
અમદાવાદથી મુંબઈ જતા અમરેલીના પરિવારનો વડોદરા નજીક અકસ્માતઃ 3ના સ્થળ પર જ મોત
ગુજરાતમાં પણ કડકડતી ઠંડી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ છે. IMDના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં મુખ્યત્વે રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
ધુમ્મસ અને શીત લહેરનો બેવડો હુમલો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી પર ધુમ્મસ અને ઠંડીનો બેવડો હુમલો થવાનો છે. શીતલહર ફરી એકવાર દિલ્હી પર કબજો કરશે. સાથે જ ધુમ્મસ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે, હવામાનમાં આ ફેરફાર ઘણીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વિદાયને કારણે થાય છે. હવામાન વિભાગે કહ્યું કે 20 જાન્યુઆરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, ત્યારબાદ લોકોને ઠંડીથી રાહત મળશે.
ADVERTISEMENT
પોરબંદરઃ બોટમાં આગ લાગતા 7 માછીમારો પાણીમાં કૂદયા, કરાયું રેસ્ક્યૂ- Video
દિલ્હીમાં યલો એલર્ટ
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે દર વર્ષે લોહરી અને મકરસંક્રાંતિ પછી એટલે કે 14 જાન્યુઆરી પછી ઠંડી હળવી થવા લાગે છે, પરંતુ આ વખતે 15 જાન્યુઆરીથી જ હવામાન વિભાગે દિલ્હી અને NCR માટે યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે જાન્યુઆરી વચ્ચે ઠંડીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 16 અને 18ના રોજ ઠંડી ચરમસીમાએ રહેશે. હવામાનશાસ્ત્રીઓના મતે તાપમાનમાં ઘટાડો થવાના આ એલર્ટ પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે. આ કારણે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો આવે છે, જેને શીતલહર કહેવામાં આવે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના પવનો દિલ્હી તરફ આવે છે. આ જ કારણ છે કે પાટનગરનું તાપમાન ઘટી રહ્યું છે.
ADVERTISEMENT
ક્યારે મળશે ઠંડીથી રાહત?
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના વૈજ્ઞાનિક મહેશ પલાવતે માહિતી આપી કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાડોમાં બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. મહેશ પાલાવતનું કહેવું છે કે કોલ્ડવેવ દરમિયાન તાપમાન 3 ડિગ્રીની આસપાસ રહેશે. તે જ સમયે, કેટલીક જગ્યાએ તાપમાન બે ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે. જો કે, 20 જાન્યુઆરીથી હવામાં ભેજ રહેશે, ત્યારબાદ ઠંડીથી રાહત મળવાની સંભાવના છે.
(વીથ ઈનપુટઃ ગોપી ઘાંઘર)
ADVERTISEMENT