બનાસકાંઠાઃ ખેડૂત પર કર્યો દીપડાએ હુમલો, ગળે બચકું ભરતા શ્વાસનળી કપાઈ, સફળ ઓપરેશન
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ અમીરગઢના ચુલીપાણી ગામે ઉતરાયણના દિવસે એક વૃદ્ધ ખેડૂત પર અચાનક ખેતરમાં આવી ચઢેલા હિંસક દીપડાએ એક જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં દીપડાએ પીડિતના…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ અમીરગઢના ચુલીપાણી ગામે ઉતરાયણના દિવસે એક વૃદ્ધ ખેડૂત પર અચાનક ખેતરમાં આવી ચઢેલા હિંસક દીપડાએ એક જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં દીપડાએ પીડિતના માથા અને ગરદનના ભાગે બચકા ભરતા વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ પીડિત ખેડૂત મોહનભાઈ કાનાભાઈ ગમાર (૫૦ વર્ષ) ને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં લવાયેલ વૃદ્ધની નાજુક તબિયત જોતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાય તો પીડિતનું મોત થઈ જાય તેવી સ્થિતિ હતી. કેમકે દીપડાએ ગળામાં બચકા ભરતાં, વૃદ્ધની શ્વાસનળી કપાઈ હતી અને જો તુરત ઓપરેશન ન થાય તો પણ વૃદ્ધનો જીવ જતો રહે તેવી ઇમરજન્સી સ્થિતિ બની હતી. જોકે તે બાદમાં તુરત વૃદ્ધનો જીવ બચાવવા તબીબોની ટીમે પાલનપુર સિવિલમાં જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું અને તુરત ફરજ પરના હાજર તબીબોની ટીમે ઘાયલ વૃદ્ધનું ઓપરેશન હાથ ધર્યું હતું.
વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાની માગ કરતા યુવકને પતાવીને દાટી દીધોઃ હાલોલ પોલીસે કર્યો પર્દાફાશ
પાલનપુર સિવિલ તબીબોએ આપ્યું પીડિતને જીવતદાન
આ વિશે માહિતી આપતા પાલનપુર સિવિલ સર્જન ડો.સુનીલ જોશી એ જણાવે છે કે “દીપડા હુમલામાં ઘાયલ વૃદ્ધની શ્વાસનળી કપાઈ તે ખુબ જ ગંભીર સ્થિતિ હતી. ત્યારે જો વૃદ્ધને રિફર કરી અમદાવાદ લઈ જવાય તો શ્વાસ અભાવે તેમનું મોત થાય તે નિશ્ચિત હતું. જેથી સિવિલના તબીબોએ દેવદૂત બની ઈંએનટીના ડો. સાધનાબેન યાદવ, ડો. જલકબેન મોઢ, એનેસ્થીયા ડો. સંદીપ ચોધરી અને નર્સિંગ સ્ટાફે સતત અઢી કલાક જોખમી ઓપરેશન કરી, આ દર્દીના જીવનને બચાવવા મથામણ કરી હતી. આ ઓપરેશન દરમિયાન ગળાની તેમજ ખોપડીના ભાગે દીપડાએ ભરેલા બચકાથી થયેલી ઇજાઓમાં આ વૃદ્ધને 100 જેટલા ટાંકા આવ્યા હતા. જો કે ઓપરેશન સફળ થતા વૃદ્ધનું જીવન બચ્યું હતું. દીપડાએ ખેતી કામ કરતા આ વૃદ્ધ પર હુમલામાં ગળાના ભાગે તેમજ માથામાં પંજા અને દાંતથી બચકા ભરતાં થયેલી ઇજા ગભીર પ્રકારની હોઇ, ઓપરેશન બાદ પણ આ પીડિત દર્દીને વેન્ટિલેટર પર રખાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT