ગુજરાતના તાજમહેલને ભ્રષ્ટાચારનો ‘લુણો’ લાગ્યો, 8 કરોડનો ખર્ચ કરીને તંત્રએ સુંદરતા બગાડી!
જૂનાગઢ : શહેરની ઓળખ બનેલા ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખાતા મહાબત મકબરાની રિસ્ટોરેશન કામગીરી પુર્ણ થયા બાદ લોકો માટે હજી તો ખુલ્લો મુકાય તે પહેલા જ…
ADVERTISEMENT
જૂનાગઢ : શહેરની ઓળખ બનેલા ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખાતા મહાબત મકબરાની રિસ્ટોરેશન કામગીરી પુર્ણ થયા બાદ લોકો માટે હજી તો ખુલ્લો મુકાય તે પહેલા જ તેમાં ભ્રષ્ટાચારનો લુણો લાગી ગયો હતો. જેના કારણે આખા મકબરામાં અનેક સ્થળો પર કાળા ધાબા પડી ગયા છે. આ ઉપરાંત લીલ અને સેવાળ પણ જામી ગઇ હતી. જેથી રિસ્ટોરેશન તો કરાયું પરંતુ સાફ સફાઇ કોણ રાખશે તે પણ એક મોટો સવાલ છે. લોખંડની ગ્રીલ પણ કાટ ખાઇ ગઇ છે. જેથી કરોડોનો ખર્ચો અને લોકો માટે ખુલ્લો મુકાય તે પહેલા જ ડગલે ને પગલે ભ્રષ્ટાચારનો લુણો જોઇ શકાય છે.
મિની તાજમહેલ તરીકે ઓળખાતો મકરબો આકર્ષણનું કેન્દ્ર
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મકબરો લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. બહાઉદ્દીનની કબરના ચારેય ખુણે તાજમહેલમાં જોવા મળે તેવા જ મિનાર છે.મીની તાજમહેલ તરીકે ઓળખાતો આ મકબરો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તે રિસ્ટોરેશન બાદ વધારે આકર્ષક અને સુંદર બને તેવી આશા હતી. જો કે ભ્રષ્ટાચારે આ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. મકબરાના અનેક સ્થળે લુણો લાગી ગયો છે. આ ઉપરાંત અનેક સ્થળે લીલ જામેલી પણ જોવા મળે છે. લોખંડની જાળીઓ પણ કાટી ગઇ છે. ત્યારે સ્પષ્ટ રીતે દેખાય છે કે, કોન્ટ્રાક્ટરે પોતાનાં બેંક એકાઉન્ટનું બ્યુટિફિકેશન કરવા માટે માટે મકરબાના બ્યુટિફિકેશનમાં ભ્રષ્ટાચાર કર્યો છે.
8 કરોડનો ખર્ચ પણ મકરબો સુંદર થવાના બદલે બગડ્યો
2019 માં મકબરાના રિસ્ટોરેશન માટે ખાનગી કંપનીને કરોડો રૂપિયા ફાળવાયા હતા. જે કામ પુર્ણ થયા બાદ હજી લોકો માટે ખુલ્લુ નથી મુકાયું. જો કે ખુબ જ હલકી કક્ષાની કામગીરીના કારણે મકબરા વધારે સુંદર થવાના બદલે હવે વધારે ખરાબ લાગી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1872 માં નવાબ મહાબતખાન બીજાની કબર પર બનાવાયેલો આ મકબરો સ્થાપત્યનો અદ્ભુત નમુનો છે. આ એક માત્ર એવું સ્થાપત્ય છે કે જેમાં હિન્દુ, યુરોપિયન અને ઇસ્લામ ત્રણેયનું મિશ્રણ જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT