GUJARAT નું બીજા તબક્કાનું પણ નિરાશાજનક સરેરાશ 62 ટકા મતદાન
અમદાવાદ : આજે ગુજરાતમાં મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કા 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. રાજ્યના 14 જિલ્લાના 26…
ADVERTISEMENT
અમદાવાદ : આજે ગુજરાતમાં મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કા 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મથકો પર બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. બીજા તબક્કાની 93 બેઠક પર કુલ 833 ઉમેદવારો મેદાને હતા. આ હાઇ પ્રોફાઇલ તબક્કામાં 8 મંત્રી અને 60 સીટિંગ MLA છે. ભાજપ કોંગ્રેસ એનસીપી સહિત અનેક પક્ષોના ધારાસભ્ય હતા. હવે સમગ્ર ગુજરાતના નવામંત્રી થી માંડીને નવા મુખ્યમંત્રીનો નિર્ણય થશે.
સરેરાશ 62 ટકા મતદાન નોંધાયું
ગુજરાતમાં સરારાશ 62 ટકા મતદાન નોંધાયું હતું. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62 ટકા મતદાનમાં અમદાવાદમાં 53.57, આણંદમાં 59.04, અરવલ્લીમાં 60.18, બનાસકાંઠા 65.65, છોટા ઉદેપુરમાં 62.04, દાહોદમાં 55.80, ગાંધીનગરમાં 59.14, ખેડા 62.65, મહેસાણા 61.01, મહીસાગર 54.24, પંચમહાલ 63.03, પાટણ 57.28, સાબરકાંઠા 65.84 અને વડોદરામાં 58 ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાતના પ્રથમ તબક્કામાં પણ 63 ટકા મતદાન નોંધાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલના આંકડા પર નજર કરીએ તો લગભગ બંન્ને તબક્કા સરખાએ આવી ચુક્યાં છે. ગુજરાતના પ્રથમ તબક્કામાં 63 ટકા મતદાન નોંધાયું હતું. બીજા તબક્કામાં પણ 5 વાગ્યા સુધીમાં 62 ટકા મતદાન થયું છે. જે સરેરાશ છે. ફાઇનલ ગત્ત વખતની જેમ વધે તો 3 ટકા પ્લસ થાય તો 65 ટકા રહે જે સરેરાશ એક સરખુ જ થશે. તેવામાં આ તબક્કો પણ પ્રથમ તબક્કાની જેમ જ નિરાશાજનક રહ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT