ગુજરાતના સૌથી મોટા હાઇટેક ભોજનાલયનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન, સુવિધાઓથી છે ભરપૂર

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

બોટાદ: વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં ગુજરાતની સૌથી મોટુ હાઇટેક શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલયનુ ઉદ્ઘાટન આજે હનુમાન જંયતિના દિવસે કરાશે. દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ અને પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદહસ્તે દિવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ભોજનાલય સાળગપુરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની વિશાળ પ્રતિમાની જેમ વિશેષ મહત્વ ધરાવતું બનાવવામાં આવ્યું છે. આ ભોજનાલય બનાવવા પાછળ 50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સાળંગપુર પહોંચીને અમિત શાહે પરિવાર સાથે હનુમાન દાદાની ભવ્ય મહાકાય પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કર્યા હતા. જે બાદ કષ્ટભંજન દેવના ચરણોમાં શીશ ઝૂંકાવી આશીર્વાદ લીધા હતા.

કાલે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું  
એક તરફ હનુમાન જયંતીછે ત્યારે બીજી તરફ સાળંગપુરમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. ત્યારે હનુમાન જયંતી પહેલા એટલે કે ગઈકાલે અહીં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

ADVERTISEMENT

એક સાથે 4 હજાર ભક્તો સાથે બેસી લઈ શકશે પ્રસાદ 
સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું હાઇટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” બનાવવામાં આવ્યું છે. આ ભોજનાલય તૈયાર કરવા માટે  55 કરોડનો ખર્ચે થયો છે.  જેમાં 4 હજાર ભક્તો એક સાથે બેસી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે  7 વીઘા જમીનમાં ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ 3 લાખ 25 હજાર સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનુ બાંધકામ પણ કરવામાં આવ્યું છે. 255 કોલમ પર ઊભું કરાયું છે આ ભોજના લય

રસોઈની છે આ ખાસિયત
ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે. ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે. 30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો : મહિલા, પછાત, દલિત-આદિવાસીઓ ભાજપની ઢાલ છે, PM મોદીએ ભાજપના સ્થાપના દિવસે જાણો બીજું શું કહ્યું

ADVERTISEMENT

શ્રી રામ લખેલ ઈંટનો ઉપયોગ
ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવવામાં આવી છે. 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે. 25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT