ગુજરાતીઓને 1 લાખમાં કેનેડા-આયર્લેન્ડ મોકલવાના નામે છેતર્યા, વર્ક પરમીટનો જબરો ખેલ
Vadodara: કેનેડા તથા આયર્લેન્ડમાં વર્ક પરમીટ તથા એન્ટ્રીના નામે વડોદરાના યુવકો સાથે લાખોનો ખેલ થઈ ગયો છે. લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના નામે યુવાનો સાથે શખ્સો મોટો…
ADVERTISEMENT
Vadodara: કેનેડા તથા આયર્લેન્ડમાં વર્ક પરમીટ તથા એન્ટ્રીના નામે વડોદરાના યુવકો સાથે લાખોનો ખેલ થઈ ગયો છે. લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના નામે યુવાનો સાથે શખ્સો મોટો ખેલ કરી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેઓ કેનેડા અને આયર્લેન્ડમાં વર્ક પરમિટ કરી આપવાનું કહી મોટી છેતરપીંડી આચરી ગયાની ફરિયાદ થઈ છે.
એજન્ટો કહેતા આનાથી સસ્તી અને સારી પ્રોસિજર ક્યાંય નહીં મળે
વડોદરાના ત્રણ યુવાનો પાસેથી ત્રણથી એડવાન્સ પ્રોસેસિંગ ફી લઈને એવો વાયદો કરાયો હતો કે હાલ અમે 3 લાખની જે ફિ થાય છે તેમાંથી 1 લાખ લઈને જાઉં છું બાકીના જે પણ રૂપિયા છે તે તમે મને કેનેડા કે આયર્લેન્ડ પહોંચો ત્યારે આપજો. હાં વિઝા પ્રોસેસ અટકી જશે તો આ રૂપિયા અમે તમને પરત કરી દઈશું. આવું કહી વડોદરામાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતા વ્યક્તિ સાથે ઉચાપત થઈ ગઈ છે. તેઓ આ કન્સલ્ટન્સીમાં કેનાડા કે આયર્લેન્ડની વર્ક પરમીટ માટે મળવા ગયા હતા. જ્યાં આ પ્રકારની વાતચીત થયા પછી તેઓ કહેતા હતા કે આનાથી સસ્તી અને સારી પ્રોસિજર ક્યાંય નહીં મળે.
ગુજરાતની ભાજપ સરકાર જુઓ વિકાસઃ પુલ ના બનતા લોકોએ જાતે ફાળો ઉઘરાવી બનાવી દીધો બ્રિજ
બીજાઓને ધક્કા ખાતા જોઈ શિક્ષકને ગઈ શંકા
આ તરફ શિક્ષક પણ વિદેશ જવાના મહત્વકાંક્ષી હોઈ તેમને આ વાતો કારગર લાગી. તેમણે 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા અને બીજા 2 લાખ કેનેડા પહોંચી કામ શરૂ કરતા જ આપી દેવા માટે પણ હકારાત્મક વલણ અપનાવ્યું. જોકે 1 લાખ રૂપિયા ભેગા કરતા પણ તેમને ઘણો સમય લાગ્યો હતો. વિઝા થયા કે નહીં તેની પુછપરછ કરતા રહેતા શિક્ષક ક્યારે વિઝા આવશે તેની રાહ જોવા લાગ્યા હતા. આ તરફ ત્રણ અન્ય લોકો તેમની ઓફિસે વિઝિટ કરતા રહેતા હતા. તેઓને વારંવાર ધક્કા ખાતા જોઈ શિક્ષકને પણ શંકા ગઈ કે મારી સાથે પણ આવું તો નહીં થાય ને? 60થી વધારે દિવસ થયા પછી શિક્ષક પણ થાક્યા અને કહ્યું કે મને રૂપિયા પાછા આપી દો પણ એજન્ટ રૂપિયા આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા. અહીં પ્રાપ્ત વિગતો પ્રમાણે એજન્ટો હવે લોકોના રૂપિયા લઈ વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતા. આ તરફ શિક્ષકે ફરિયાદ નંધાવી. પોલીસે ફરિયાદ થતા જ કન્સલ્ટન્સીના ત્રણ ડાયરેક્ટર કૃણાલ, વિકાસ અને આશિષની ધરપકડ કરી લીધી. હવે પોલીસ આ ઘટનામાં વધુ કાર્યવાહી કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT