Video: કીર્તિદાન ગઢવીએ પ્રેમાનંદજી મહારાજના લીધા આશીર્વાદ, પછી સંભળાવ્યું ભજન
મથુરાના વૃંદાવન ધામ ખાતે વરાહ ઘાટ પાસે આવેલ શ્રી હિત રાધા કેલી કુંજ ખાતે પ્રેમાનંદજી મહારાજના ગુજરાતના જાણિતા કલાકાર કિર્તીદાન ગઢવીએ આશીર્વાદ લીધા હતા.
ADVERTISEMENT
Kirtidan Gadhvi In Vrindavan Dham : મથુરાના વૃંદાવન ધામ ખાતે વરાહ ઘાટ પાસે આવેલ શ્રી હિત રાધા કેલી કુંજ ખાતે પ્રેમાનંદજી મહારાજના ગુજરાતના જાણિતા કલાકાર કીર્તિદાન ગઢવીએ આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમણે પ્રેમાનંદજી મહારાજને ભજન પણ સંભળાવ્યું હતું. જેનો વીડિયો ખુદ કીર્તિદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો છે. જે વીડિયોને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર લાખો લોકોએ નિહાળ્યો છે.
કીર્તિદાનનું ભજન સાંભળી પ્રેમાનંદજી થયા ભાવવિભોર
વીડિયોમાં કીર્તિદાન ગઢવી પ્રેમાનંદજી મહારાજના ચરણોમાં બેસીને 'જપ લે હરી કા નામ મનવા...' ભજન ગાતા જોવા મળી રહ્યા છે. તો પ્રેમાનંદજી મહારાજ કીર્તિદાનના ભજનમાં મગ્ન થયેલા જોવા મળી રહ્યા છે. આ ભઝન સાંભળીને પ્રેમાનંદ મહારાજ પણ ખુશ થઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજનું સાચું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે. તે મૂળ કાનપુરના છે. તેમણે રાધારાણી અને ભગવાન કૃષ્ણની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT