અંબાજીથી રામદેવરા જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 ના મોત
અમદાવાદ: ગુજરાતમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે લોકો ધાર્મિક સ્થળો પર દર્શનાર્થે નીકળી જતાં હોય છે. ગુજરાતના અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઇ રહેલા ગુજરાતના યાત્રિકોને માર્ગ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં તહેવારો ચાલી રહ્યા છે ત્યારે લોકો ધાર્મિક સ્થળો પર દર્શનાર્થે નીકળી જતાં હોય છે. ગુજરાતના અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઇ રહેલા ગુજરાતના યાત્રિકોને માર્ગ અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ટ્રેક્ટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેસલમેર દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીને ટ્રકે ટક્કર મારી હતી. આ ટક્કરમાં ગુજરાતના 7 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. રાજસ્થાન જઈ રહેલા શ્રદ્ધાળુઓને શુક્રવારે રાત્રે 8 થી 9 વાગ્યા વચ્ચે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશનના વિસ્તાર શિવગંજ-સિરોહી હાઈવે બાઈપાસ પાસે થયો હતો. 8 લોકો ના મૃત્યુ થયા છે. તથા ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સુમેરપુર અને શિવગંજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બેકાબૂ ટ્રક કાળ બની ફરી વળ્યો
શુક્રવાર મોડી સાંજે એક બેકાબૂ ટ્રકે જન્માષ્ટમી પર્વ નિમિતે રામદેવરા જઇ રહેલા યાત્રાળુઓથી ભરેલ ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી. આ ટક્કરમાં 8 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ગંભીર ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો બનાસકાંઠાના જિલ્લાના વતની હોવાનું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
દર્શન કરી પરત ફરી રહ્યા હતા યાત્રાળુ
રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અને શિવગંજ-સુમેરપુર બાયપાસ પર શુક્રવારે રાત્રે રામદેવરા પ્રસિદ્ધ યાત્રાધામમાં યાત્રા કરી પરત ફરતા યાત્રિકો ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં અત્યાર સુધીમાં ઘટનાસ્થળ અને સારવાર દરમ્યાન 8 યાત્રિકોના કરુંણ મોત થયા છે.જયારે 23 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ તમામ યાત્રિકો ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ના કુકડી ગામના હતા અને મોટાભાગના યાત્રિકો આદીવાસી સમાજના હતા.આ યાત્રિકો પોતાના કુકડી ગામથી ટ્રેકટરટ્રોલી માં સવાર થઇ યાત્રાએ પહોંચ્યા હતા.જોકે પરત આવતાં આ અકસ્માત સર્જાયો હતો.પ્રાથમિક વિગતો મુજબ આગળ એક ટ્રેલર જતું હતું જેમની ઠીક પાછળ યાત્રિકોનું ટ્રેકર ટ્રોલી સાથે જતું હતું.જેમાં પાછળ થી આવતાં અન્ય ટ્રેલર ચાલકે ગફલતથી ટ્રેકટરટ્રોલીને ટક્કર મારતા યાત્રિકો ભરેલ ટ્રેકટર ફગોળાઇ ગયો હતો.
અકસ્માતમાં પહેલા 7 લોકોના મૃત્યુ થયા હતા ત્યાર બાદ વધુ એકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક પર પહોંચ્યો છે.જયારે અન્ય 23જેટલા લોકો ગંભીર ઈજાગ્રસ્ત બન્યા છે.જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.આ અકસ્માતગ્રસ્ત ટ્રેક્ટર ટ્રોલીમાં 30 થી વધુ યાત્રિકો હતા.જોકે અકસ્માત બાદ પોલીસ, વહીવટી અધિકારીઓ અને પાલી અને સિરોહીના જનપ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોની સારવાર સુમેરપુર, સિરોહી, પાલડી, શિવગંજની હોસ્પિટલમાં ચાલી રહી છે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખરાજસ્થાનના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. તેમણે લખ્યું કે, રાજસ્થાનના પાલીમાં અકસ્માત થયો છે, તે ખુબ દુઃખદ છે. મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
ADVERTISEMENT
The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2022
ADVERTISEMENT