‘ગોંડલ પોલીસની હદમાંથી SMCએ 1 કરોડ રુપિયાનો દારુનો જથ્થો પડક્યો, ગૃહ પ્રધાન મૌન- કોંગ્રેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં દારુ બંધીના શું હાલ છે તે કહેવાની જરૂર નથી કારણ કે કોઈ નેતા કે અધિકારી આ મામલે સમ ખાઈને પણ બોલી શકે તેનાથી જુદી તેની વાસ્તવીક્તા છે. ગુજરાતમાં અવારનવાર થયેલા લઠ્ઠાકાંડ કે કહેવાતા કેમિકલ કાંડથી લોકોના જીવ અને પરિવાર કેટલા ખોરવાયા છે તેને લઈને આપ સત્ય સારી રીતે જાણો છો. જોકે હવે ફરી એક વખત ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર દારુના મામલામાં કોંગ્રેસે આંગળી ઉઠાવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ગોંડલમાં પકડાયેલા અંદાજીત 1 કરોડના દારુના મામલે ભાજપ સરકાર પર વાકબાણ ચલાવાયા છે.

4 વર્ષના બાળક સહિત 3 વ્યક્તિ જામનગરની ઈમારત પડી જતા મૃત્યુ પામ્યા, મહિલા હતી ગર્ભવતી

ગુજરાત કોંગ્રેસના નેતા અને પ્રવક્તા મનહર પટેલ દ્વારા હાલમાં જ એક વીડિયો માધ્યમથી ગુજરાતની દારુબંધી અંગે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ગોંડલ પોલીસની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંદાજીત 1 કરોડ રૂપિયાની કિંમતનો દારુનો જથ્થો પકડાયો છે. ત્યારે રાજકોટ રેન્જ પોલીસ ક્યાં છે? ગુજરાતમાં દારુની રેલમ છેલમ કરીને બુટલેગરોને તાકાત આપવાનું કામ 25 વર્ષથી ભાજપ સરકાર કરી રહી છે. ગૃહ પ્રધાન મૌન… આ સાથે જ તેમણે આ વીડિયો સોશ્યલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો છે અને ગુજરાત પોલીસ, હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપીને પણ ટેગ કર્યા છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp

    ADVERTISEMENT