Gujarati News: છોટાઉદેપુરમાં વૃદ્ધ વડીલ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા- લાઈવ Video
Gujarati News: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ધામણી નદીમાં હાલમાં ધસમસતુ પાણી વહી રહ્યું છે. અહીં એક ખેડૂત ખેતરથી ઘરે જતી વખતે પાણીમાં તણાઈ ગયા હતા.…
ADVERTISEMENT
Gujarati News: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ધામણી નદીમાં હાલમાં ધસમસતુ પાણી વહી રહ્યું છે. અહીં એક ખેડૂત ખેતરથી ઘરે જતી વખતે પાણીમાં તણાઈ ગયા હતા. તેઓ પાણીના પ્રવાહમાં તણા ગયાનો લાઈવી વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે.
પાણીમાં શોધખોળની કાર્યવાહી અટકાવાઈ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિંઘડા ગામમાં ધામણી નદીમાં એક વૃદ્ધ ખેડૂત નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. વૃદ્ધનું નામ વલિયાભાઈ શોભલભાઈ રાઠવા છે જે 55 વર્ષના છે. ઘટનાની વિગત મુજબ, વલિયાભાઈ ખેતરેથી પરત ફરતી વખતે નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ દરમિયાન, પાણીમાં તણાતા વૃદ્ધનો એક લાઈવ વીડિયો સામે આવ્યો હતો. વૃદ્ધના પરિવારજનોને આ ઘટનાની જાણ કરાઈ હતી સાથે જ ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરી હતી. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી. જો કે, અંધારું થતાં શોધખોળ અટકાવી દેવામાં આવી હતી.
Kheda News: ઠાસરા પથ્થરમારાની ઘટનામાં 11 આરોપીઓને 2 દિવસના રિમાન્ડઃ એક ઘટનામાં થઈ છે 3 ફરિયાદ
હજુ સુધી વૃદ્ધનો કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર ફાઈટરોએ આગામી દિવસે સવારે ફરીથી શોધખોળ હાથ ધરવાની જાહેરાત કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT