દાહોદ પંચાયતની વિવિધ શાખાઓની કામગીરીને પરિણામે જિલ્લો CM ડેસબોર્ડ ઉપર પ્રથમ ક્રમાંકે
ગોધરાઃ સરકારની વિવિધ યોજનાઓની જિલ્લા કક્ષાની કામગીરીનું સી.એમ. ડેસબોર્ડ મારફતે સ્વયંમ મુખ્યમંત્રી દ્વારા મોનિટરીંગ કરાય છે. તેમજ તેમા ઉત્તમ કામગીરી કરનારા જિલ્લાઓને રેન્ક આપવામાં આવે…
ADVERTISEMENT
ગોધરાઃ સરકારની વિવિધ યોજનાઓની જિલ્લા કક્ષાની કામગીરીનું સી.એમ. ડેસબોર્ડ મારફતે સ્વયંમ મુખ્યમંત્રી દ્વારા મોનિટરીંગ કરાય છે. તેમજ તેમા ઉત્તમ કામગીરી કરનારા જિલ્લાઓને રેન્ક આપવામાં આવે છે. ત્યારે દાહોદ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓની ઉત્કૃષ્ટ કામગીરીને પરિણામે છેલ્લા 10 દિવસથી તમામ 33 જિલ્લાઓમાં દાહોદ અગ્રેસર બનીને પ્રથમ ક્રમાકે રેન્ક મેળવી રહ્યો છે. દાહોદ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત વિવિધ ઇન્ડીકેર્ટસમાં પણ ઉત્કૃષ્ટ દેખાવને કારણે સાતત્યપૂર્ણ દેખાવ થકી આ સંભવ બન્યું છે.
સતત જાળવવી રાખ્યો અગ્રેસર ક્રમાંક
તંત્રના જણાવ્યાનુસાર, દાહોદ જિલ્લો સીએમ ડેસ્ક બોર્ડના વિવિધ લક્ષ્યાંકો અને બેન્ચમાર્કમાં સારો દેખાવ કરી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં દાહોદ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ જેવી કે ખેતીવાડી, શિક્ષણ, પંચાયત, ડીઆરડીએ સહિતની શાખાઓમાં ઉત્તમ કામગીરીને કારણે જિલ્લો છેલ્લા 10 દિવસથી પ્રથમ રેન્ક મેળવ્યો છે અને જાળવી રાખ્યો છે. કેટલીક બાબતોમાં લક્ષ્યાંક તેમજ બેન્ચાર્કથી પણ ઉપરનું પર્ફોમન્સ છે. જેમાં પીએમએવાય-આર (વર્ષ 2019-20) માટે 90 ના બેન્ચમાર્કથી ઉપર રહીને 99.66 ની સિદ્ધિ મેળવી છે. કલાસરૂમની કામગીરી (વર્ષ 2017-18, વર્ષ 2018-19)માં બેન્ચમાર્ક 95 થી ઉપર 97.18, પીએમએવાય-આર અંતર્ગત ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટની કામગીરી, 14 મા ફાઇનાન્સ કમીશન અંતર્ગત કામગીરી 95 ના બેન્ચમાર્ક સામે 100 ટકા પૂર્ણ કરાઇ છે.
કઈ કઈ બાબતોનું થાય છે મુલ્યાંકન
તદ્દઉપરાંત આંગણવાડીની કામગીરી, ગ્રીવીયન્સ ડિસ્પોઝડ અન્ડર એસડીએમ, એનઆરએલએમ અંતર્ગત ફંડની કામગીરી તેમજ કમ્યુનિટિ ફંડ સહિતની કામગીરીમાં જિલ્લો ખૂબ સારો દેખાવ કરી રહ્યો હોય સી.એમ. ડેસબોર્ડમાં પ્રથમ રેન્કની નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. સી.એમ. ડેશ બોર્ડ મારફતે સરકારની વિવિધ યોજનાઓની જિલ્લા કક્ષાની કામગીરીનું મોનિટરીંગ મુખ્યમંત્રી સ્વયંમ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયથી કરે છે. આ સી.એમ. ડેશ બોર્ડમાં વિવિધ ઇન્ડીકેટર્સ મારફતે મહેસૂલ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, અન્ય જનહિતલક્ષી યોજના, ઊર્જા, માર્ગ-મકાન જેવા સેકટર્સ આવરી લેવાયા છે. સી. એમ. ડેશ બોર્ડથી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જિલ્લા અને તાલુકા કક્ષાની દૈનિક, અઠવાડિક અને માસિક કામગીરીનું સીધું મૂલ્યાંકન અને સમીક્ષા મુખ્યમંત્રી કક્ષાએથી કરાય છે. મુખ્યમંત્રી આ તમામ વિગતોની સમીક્ષા કરીને અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન-દિશા નિર્દેશન પણ આપે છે. ત્યારે દાહોદ જિલ્લાનું સી.એમ. ડેસબોર્ડ ઉપર પ્રથમ રેન્ક મેળવવોએ જિલ્લા પંચાયતની ઉત્તમ કામગીરીનું દર્પણ છે. તેવું દાહોદનું તંત્ર જણાવી રહ્યું છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT