આણંદના કલેક્ટરને તાત્કાલીક અસરથી કરાયા સસ્પેન્ડ, જાણો કોને સોપાયો કાર્યભાર?
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતી કાર્યવાહી ગુજરાતની સરકાર દ્વારા આજે કરવામાં આવી છે. કોઈ અધિકારી જેવા કે, આઈએએસ, આઈપીએસ, નાયબ કક્ષાના પણ હોય તો…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતી કાર્યવાહી ગુજરાતની સરકાર દ્વારા આજે કરવામાં આવી છે. કોઈ અધિકારી જેવા કે, આઈએએસ, આઈપીએસ, નાયબ કક્ષાના પણ હોય તો પણ ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ સામે આવી જતી હોય છે કે તેમની સામે તંત્રને કાયદેસરથી કાર્યવાહી કરવામાં આવે છે. આવી જ એક કાર્યવાહી આણંદના કલેક્ટર સામે કરવામાં આવી છે.
કેમ કરવામાં આવ્યા સસ્પેન્ડ?
આપને જણાવી દઈએ કે આણંદમાં હાલમાં આઈએએસ ડી એસ ગઢવી જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત હતા. જોકે તેમની સામે કડક પગલા લેવામાં આવ્યા છે. હાલમાં સરકારે તેમને સસ્પેન્ડ કેમ કર્યા છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી છે તો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા તેમને આ અંગે કારણ સાથે આદેશ કર્યા છે. જેમાં તેમની સામે શિસ્ત ભંગના મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. તેમના પર લાગેલા શિસ્તના આક્ષેપોને લઈને ચિંતન કર્યા પછી ગેરવર્તન અને નીતિભ્રષ્ટતાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ તરફ આણંદ કલેક્ટર ડી એસ ગઢવી સામે એક વીડિયો ક્લિપ વાઈરલ થવાની ઘટનાને લઈને સસ્પેન્ડ કરાયા હોવાની માહીતી મળી રહી છે. વીડિયોના પૂરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા કલેકટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું મનાય છે. આ અંગે અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત HCની કડકાઈઃ ‘લોકોને સારા નાગરિકની ટ્રાફિકમાં વર્તણૂક કેવી હોય તેનું ભાન કરાવો’
હવે આણંદ કલેક્ટરની જવાબદારી કોને મળી?
સરકારે ઓર્ડરમાં એવું પણ લખ્યું છે કે આ કારણે અમે તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી રહ્યા છીએ. તેમને આ દરમિયાન મળતા એલાઉન્સ અને પગારના ધારા ધોરણોને અનુસરવામાં આવશે. આ અંગે અન્ય વિભાગોને પણ જાણકારી આપવામાં આવી છે. બીજી બાજુ અન્ય એક ઓર્ડર પણ કરવામાં આવ્યો છે જેમાં હવે આણંદના જિલ્લા કલેક્ટર તરીકેની જવાબદારી મિલિંદ બાપનાને વધારાના ચાર્જ સાથે સોંપવામાં આવી છે. જે આણંદના જિલ્લા વિકાસ અધિકારી છે. તેઓ આ કાર્યભાર ત્યાં સુધી સંભાળશે જ્યાં સુધી સરકાર તરફથી અહીં નિયુક્તિનો કોઈ અન્ય ઓર્ડર થાય નહીં.
ADVERTISEMENT
(ઈનપુટઃ હેતાલી શાહ.આણંદ / ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT