ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રાળુઓનો છેલ્લો વીડિયો સામે આવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ/ભાવનગર: ઉત્તરાખંડમાં રવિવારે ભાવનગરના શ્રદ્ધાળુઓની બસને ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ચારધામથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. જેમાં ગંગના નજીક બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ ખીણમાં પડી હતી. ઘટનામાં 7 ગુજરાતીઓના મોત થયા અને 28 લોકો ઈજાગ્રસ્ત થતા તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત પહેલા યાત્રાળુઓનો અંતિમ વીડિયો હાલ સામે આવ્ય છે.

ભાવનગરથી ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતી શ્રદ્ધાળુઓનો બસમાંથી છેલ્લો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બસમાં તમામ યાત્રાળુઓ દેખાઈ રહ્યા છે, જેમાં બસ ઉપડતા પહેલા તમામ ભગવાનનું નામ લઈ રહ્યા છે. સાથે ટૂર મેનેજર પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તમામ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat Tak (@gujarattakdigital)

ADVERTISEMENT

અકસ્માતમાં ગણપતભાઈ મહેતા અને દક્ષાબેન મહેતા નામના દંપતીનું કરુણ નિધન થયું છે તો ભાવનગરના પણ મહિલાનું નિધન થયું છે. ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં આવેલા અભિનવ પાર્કમાં રહેતા કમલેશભાઈ ઉપાધ્યાય અને તેમના પત્ની મીનાબેન ઉપાધ્યાય પણ યાત્રા માટે ગયા હતા. જ્યાં યાત્રા દરમિયાન બનેલી ઘટનામાં મીનાબેન ઉપાધ્યાયનું દુઃખદ અવસાન થયું છે, તેમના મૃત્યુના સમાચારને લઈને તેમના પરિવારજનો તેમજ તેમની સોસાયટીમાં દુઃખનો માહોલ છવાયો છે, તેમને સંતાનોમાં બે બાળકો છે. તેઓના મોટા દીકરાના દિવાળી બાદ લગ્ન હતા, દીકરાના વહુને જોવાની ઈચ્છા સાથે હરખભેર તેઓ યાત્રાએ ગયા જ્યાં આ દુઃખદ ઘટના બની. હાલ તેમના પુત્ર તેમના મૃતદેહને લેવા માટે ગતરાત્રિના જ ઉતરાખંડ જવા નીકળી ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT