ગુજરાતનું નવદંપતી લગ્ન બાદ હનીમૂન નહીં બાઈક પર ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રવૈયા/અમરેલી: ગુજરાતનાં નવદંપતીએ લગ્ન બાદ હનીમૂન માટે પ્રચલિત સ્થળો અને વિદેશમાં જવાના બદલે ચારધામ અને 12 જ્યોતિર્લિંગનાં દર્શન કરવાના અનોખા સંકલ્પ સાથે યાત્રા શરૂ કરી છે. સાવરકુંડલાની યુવતી અને અમદાવાદના યુવકે બે વર્ષ પહેલાં પ્રેમસંબંધ બાદ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેઓ ટુ-વ્હીલર પર ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ રવાના થયાં છે.

અમદાવાદમાં કેફે ચલાવે છે યુવતી
સાવરકુંડલાની માધુરી જયાણી જણાવે છે કે, પિતા સાવરકુંડલામાં તબેલો ચલાવે છે અને હું અમદાવાદમાં બે સ્થળે કેફે ચલાવું છું. વિરાજસિંહ રાણા અને માધુરી જયાણીએ જણાવ્યું હતું કે, કેદારનાથમાં હિન્દુ વિધિથી લગ્ન શક્ય નથી બન્યાં પરંતુ આવતા નવેમ્બરમાં અમારાં લગ્નને એક વર્ષ પૂર્ણ થશે ત્યારે જ્યાં શિવ-પાર્વતીનાં લગ્ન થયાં હતાં તે ઉત્તરાખંડના ત્રિયુગી નારાયણ ખાતે જઇ લગ્ન કરીશું.

ADVERTISEMENT

પ્રેમ થતા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા
માધુરીનો પરિચય વિરાજસિંહ રાણા સાથે થયો હતો. બંનેએ સાથે કેદારનાથની યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો. જોકે પરિચય પ્રેમમાં બદલાતાં બંને હનીમૂનના સ્થાને યાત્રાધામોનાં દર્શન કરવાનો નિર્ધાર કર્યો હતો. માધુરી જણાવે છે કે ગત નવેમ્બરમાં અમે અમદાવાદમાં કોર્ટ મેરેજ કર્યાં. પરંતુ તે વખતે કેદારનાથનાં કપાટ બંધ હોઈ યાત્રા શરૂ ન થઇ શકી. હવે કપાટ ખૂલતાં જ અમે યાત્રાએ નીકળી ગયાં છીએ. અમે એવું પણ નક્કી કર્યુ હતું કે હિન્દુ વિધિથી અમે કેદારનાથમાં જઇને પણ મેરેજ કરીશું.

ADVERTISEMENT

રોજ 10 કલાક બાઈક ચલાવે છે
જોકે ભારે ભીડ અને અહીં બે દુર્ઘટના બની હોઈ કેદારનાથમાં અમારા મેરેજ શકય બન્યાં નથી. બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા પણ અમે પૂર્ણ કરી લીધી છે. હવે બાકીનાં જ્યોતિર્લિંગની યાત્રા પર નીકળ્યાં છીએ અને તે પણ બાઇક લઇને. વરસાદ હોય કે ઠંડી દરરોજ 10 કલાક બાઇક ચલાવી અમે આ યાત્રા પૂર્ણ કરીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT