‘પહેલીવાર ગુનાહિત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો’, ફિલ્મફેર એવોર્ડમાં ગુજરાતી એક્ટરે માણી દારૂની મજા
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ સમારોહમાં આવેલા મહેમાનો અને એક્ટર્સને દારૂ પીરસવામાં આવ્યો હતો. એક્ટર સંજય ગોરડિયાએ હાથમાં બિયર સાથે…
ADVERTISEMENT
- ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.
- એવોર્ડ સમારોહમાં આવેલા મહેમાનો અને એક્ટર્સને દારૂ પીરસવામાં આવ્યો હતો.
- એક્ટર સંજય ગોરડિયાએ હાથમાં બિયર સાથે ફોટો પોસ્ટ કર્યો.
Gandhinagar News: ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં ગત અઠવાડિયે ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડથી લઈને ઢોલિવૂડ સુધીના કલાકારો પહોંચ્યા હતા. જેમાં ગુજરાતી કલાકાર સંજય ગોરડિયા પણ હાજર રહ્યા હતા. એવોર્ડ સમારોહ દરમિયાન મહેમાનોને દારૂ પીરસવામાં આવ્યો હતો. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ અપાયા બાદ પહેલીવાર કોઈ કાર્યક્રમમાં મહેમાનોને દારૂ પીરસાયો હતો. આ અંગે એક્ટર સંજય ગોરડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જોકે બાદમાં તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.
ગિફ્ટ સિટીમાં એક્ટરે પોસ્ટ કરી તસવીર
એક્ટર સંજય ગોરડિયાએ પોતાની પોસ્ટમાં બે તસવીર પોસ્ટ કરી હતી. જેમાં એકમાં તેઓ ફિલ્મફેર એવોર્ડ સાથે ઊભેલા હતા. બીજી તસવીરમાં તેમના હાથમાં બિયરનો ગ્લાસ હતો. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “ગઈકાલે પહેલીવાર ગુનાહિત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડમાં બીયરની લિજ્જત માણી. એવોર્ડ ફંક્શન સારું હતું પણ બીયર અને વેજ-નોનવેજ જમવાનું ટોપના પેટનું હતું.” જોકે કોઈ કારણોસર બાદમાં તેમણે પોતાની આ પોસ્ટને ડિલીટ કરી નાખી હતી.
એવોર્ડ સમારોહમાં મહેમાનોને પિરસાયો દારૂ
નોંધનીય છે કે, આ વર્ષે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરાયું હતું. જેથી એવોર્ડ સમારોહમાં હાજર રહેનારા મહેમાનોને દારૂ પીરસી શકાય. ત્યારે સંજય ગોરડિયાએ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મજા માણી હતી અને નિખાલસતા સાથે તેની કબૂલાત પણ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT