ગુજરાતની કુસ્તી ટીમ સાથે હરિયાણામાં ભેદભાવ, કોચ-મેનેજર ખેલાડીઓને રાત્રે ગોડાઉન જેવા હોલમાં મૂકીને જતા રહ્યા
Kheda News: ગુજરાતમાંથી કુસ્તીની ટૂર્નામેન્ટમાં રમવા માટે હરિયાણા ગયેલા ગુજરાતી ખેલાડીઓ સાથે ભેદભાવ થયો હોવાની ખબર સામે આવી છે. આરોપ છે કે ગુજરાતની કુસ્તી ટીમ સાથે ગુજરાતના જ પોતાના કોચ મેનેજર અને સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Kheda News: ગુજરાતમાંથી કુસ્તીની ટૂર્નામેન્ટમાં રમવા માટે હરિયાણા ગયેલા ગુજરાતી ખેલાડીઓ સાથે ભેદભાવ થયો હોવાની ખબર સામે આવી છે. આરોપ છે કે ગુજરાતની કુસ્તી ટીમ સાથે ગુજરાતના જ પોતાના કોચ મેનેજર અને સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવ્યો છે. નડિયાદની સરકારી એકેડમીના પ્લેયર્સ અને ખાનગી પ્રેક્ટિસ કરતા પ્લેયર્સ સાથે ભેદભાવ કરવાનો આરોપ ઉઠ્યો છે. પરિણામે ખેલાડીઓ ગોડાઉન જેવા હોલમાં રાત વિતાવવા મજબૂત બન્યા હતા.
ગુજરાતના ખેલાડીઓ હરિયાણા કુસ્તી રમવા ગયા હતા
ગુજરાતના 10 જેટલા ખેલાડીઓ 15 ઓગસ્ટે અંડર 23 કુસ્તી નેશનલ કોમ્પિટિશન રમવા માટે હરિયાણાના રોહતક ગયા છે. આરોપ છે કે, રોહતકમાં નડિયાદની સરકારી એકેડમીમાં હેડ કોચ રમેશ ઓલા અને મેનેજરે રામજી મેર દ્વારા એકેડમીમાં પ્રેક્ટિસ કરતા 3 ખેલાડીઓને હોટલમાં રાખવામાં આવ્યા, જ્યારે બાકીના ખેલાડીઓને ગોડાઉન જેવા હોલમાં રાખવામાં આવ્યા અને તેમને રાત્રે સૂવા માટે ગાદલાની પણ સુવિધા આપવામાં ન આવી.
સરકારી એકેડમીના ખેલાડીઓ માટે હોટલની સુવિધા
ખેલાડીઓનો આરોપ છે કે, કોચ અને મેનેજર નડિયાદની એકેડમીમાં પ્રેક્ટિસ કરતા 3 ખેલાડીઓને હોટલમાં લઈ ગયા અને ખાનગી પ્રેક્ટિસ કરતા ખેલાડીઓને એમ.ડી યુનિવર્સિટી લઈ ગયા અને ગેટ પર ઉતાર્યા. બાદમાં ત્યાં જ મૂકીને જતા રહ્યા. રાતના 2 વાગ્યે ખેલાડીઓને ત્યાં મૂકીને વોશરૂમ જવાનું બહાનું કરીને કોચ ત્યાંથી જતા રહ્યા અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું.
ADVERTISEMENT
ખાનગી ખેલાડીઓને મૂકીને કોચ રવાના થઈ ગયા
ગુજરાતની ટીમ કુસ્તી રમવા હરિયાણા ગઈ છે. તે જ સમયે, ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એકેડેમી સિવાય બાકીના તમામ 6 ખેલાડીઓને મેનેજર અને કોચ દ્વારા રાત્રે 2 વાગ્યે સૂમસામ હોસ્ટેલમાં ઉતારી દેવામાં આવ્યા છે. જ્યાં કોઈપણ પ્રકારની સુવિધા નથી. સૂવા માટે ગાદલું પણ નથી. પરેશાન ખેલાડીઓ અડધી રાત્રે વારંવાર કોચ અને મેનેજરને ફોન કરી રહ્યા છે પરંતુ કોચ અને મેનેજર બંનેએ તેમના ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. એસોસિએશનના પ્રમુખ નાણાવટીને બોલાવવામાં આવતા તેમણે પણ હાથ ઉંચા કરી દીધા હતા.
એક બાજુ ખેલ મહાકુંભ અને રમતગમતની વાતો કરતી ગુજરાત સરકારના જ ખેલાડીઓની હાલત દયનીય છે. રમેશ ઓલા અને રામજી મેર બંને ગુજરાત સરકારના પગારદાર કર્મચારી છે. જેના કારણે બંનેની જવાબદારી ઘણી વધી જાય છે. એક કુસ્તીના કોચ તરીકેની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયા અને બીજો સરકારી પ્રતિનિધિ તરીકે.
ADVERTISEMENT
(હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT
ADVERTISEMENT