નેશનલ ગેમ્સમાં ગુજરાતની ટેબલ ટેનિસ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ, દિલ્હીને હરાવી સિદ્ધિ મેળવી
સુરતઃ 36 નેશનલ ગેમ્સમાં બુધવારે સુરત ખાતે ગુજરાતની ટેબલ ટેનિસની ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. સાંજે 6 વાગ્યે શરૂ થયેલી મેચમાં ગુજરાતની ટીમનો પહેલા…
ADVERTISEMENT
સુરતઃ 36 નેશનલ ગેમ્સમાં બુધવારે સુરત ખાતે ગુજરાતની ટેબલ ટેનિસની ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. સાંજે 6 વાગ્યે શરૂ થયેલી મેચમાં ગુજરાતની ટીમનો પહેલા સેટથી જ દબદબો રહ્યો હતો. ગુજરાતની ટીમના માનવ ઠક્કરનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. નોંધનીય છે કે આ મેચમાં દિલ્હીને એકપણ ગેમ જીતવાની તક મળી નહોતી. ગુજરાતે એવું આક્રમક પ્રદર્શન કર્યું કે ટીમ 3-0થી ગેમ જીતી ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો હતો.
#Gujarat begin their campaign #GoForGold at the #36thNationalGames with 🏅 GOLD in the Men’s Table Team event 🏓
Congratulations!#UnityThroughSports #JudegaIndiaJitegaIndia @HarmeetDesai @manavthakkar16 @CMOGuj @sanghaviharsh @ianuragthakur @Media_SAI @sagofficialpage pic.twitter.com/L7fVQfzDmR
— National Games (@Nat_Games_Goa) September 21, 2022
મેડલ ટેલીમાં ગુજરાત નંબર-1 પર
ટેબલ ટેનિસની ગેમના મેડલ ટેલીમાં ગુજરાતની ટીમ નંબર-1 પર રહી છે. જ્યારે ગોલ્ડ મેડલ જીતવામાં ગુજરાતના માનવ ઠક્કરે પહેલા સેટથી જ આક્રમક રકમ રમવાનું શરૂ કરી દીધું હતું. તેણે દિલ્હીના સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી પરાસ્ત કરી ગુજરાતને એક વિનિંગ અપ્રોચ સાથે ફાઈનલની શરૂઆત કરાવી હતી. ત્યારપછી ગુજરાત ટેબલ ટેનિસ ટીમના અન્ય ખેલાડીઓએ પણ આ ફોર્મ જાળવી રાખ્યું અને દિલ્હીને 3-0થી ફાઈનલમાં હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
ADVERTISEMENT
- દિલ્હીની ટીમે સિલ્વર મેડલ જીતી મેડલ ટેલીમાં નંબર-2 પર ફિનિશ કર્યું છે.
- મહારાષ્ટ્રની ટીમે બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં ત્રીજા નંબર પર ફિનિશ કર્યું છે.
- સેમિફાઈનલમાં પણ ગુજરાતની ટીમે પ.બંગાળને 3-0થી હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.
- 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત ખાતે થયું છે.
ADVERTISEMENT