Summer Vacation: શું શાળાઓમાં વેકેશન લંબાશે? બાળકો અને વાલીઓ માટે ગુડ ન્યૂઝ
Gujarat Summer Vacation: રાજ્યની શાળામાં આ વર્ષે 13 જૂન સુધી બાળકોને વેકેશન છે તો એવામાં ભૂલકાઓ માટે સારા સમાચાર મળી શકે છે.
ADVERTISEMENT
Gujarat Summer Vacation: રાજ્યની શાળામાં આ વર્ષે 13 જૂન સુધી બાળકોને વેકેશન છે તો એવામાં ભૂલકાઓ માટે સારા સમાચાર મળી શકે છે. આગામી 13 જૂનથી શરુ થતાં શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ શરૂ થઈ રહી છે પરંતુ હવે વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. એટલે કે શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું વેકેશન એક અઠવાડિયું લંબાવવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે.
માઠા સમાચાર! ચૂંટણી પૂર્ણ થતાં જ ટોલ ટેક્સમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
વેકેશન લંબાવવા પાછળનું કારણ?
તેની પાછળનું મુખ્ય કારણ છે કે, આ વખતે દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે સાથે રાજ્યમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હજુ પણ ગરમી અને હીટવેવની આગાહી છે ત્યારે આગામી 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે, જેને લઈ રાજ્ય શાળા સંચાલક મંડળ હજુ એક અઠવાડિયું ઉનાળુ વેકેશન લંબાવવાની રજૂઆત શિક્ષણ વિભાગમાં કરી છે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ જણાવે છે કે, આ વખતે ગરમી અને હીટવેવની અસર વધુ જોવા મળી છે. હજુ પણ ગરમી યથાવત રહેવાની આગાહી છે ત્યારે 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરુ થાય છે તેવા સમયે પણ ગરમી યથાવત રહેવાની હોય તો શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવા શિક્ષણ વિભાગને, શિક્ષણ મંત્રીને અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
દિવાળી વેકેશન મળશે ઓછું?
જો આ વખતે એક સપ્તાહ વેકેશન લંબાવવામાં આવશે તો તેનો કાપ દિવાળી વેકેશનમાં મૂકી શકાય છે. જેથી દિવાળીના વેકેશનમાં એક સપ્તાહનો કાપ મૂકી, ઉનાળું વેકેશન એક અઠવાડિયું લંબાવવા માંગ છે. દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે તેની જગ્યાએ તેને 14 દિવસનું કરીને તે રજાના દિવસો આ વખતે ઉનાળા વેકશનમાં વધારી દેવા જોઈએ. તેમજ મોટાભાગની CBSE શાળાઓ પણ 22 જૂન બાદ કે જુલાઈ માસની શરૂઆતથી ખુલી રહી છે ત્યારે ગુજરાત બોર્ડમાં પણ ગરમીના કારણે એક અઠવાડિયું વેકેશન લંબાઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT