GUJARAT ને મળશે કુલ 24 નવા મંત્રી, જાણો કોનો કોનો લિસ્ટમાં થઇ શકે છે સમાવેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂના રેકોર્ડને તોડીને ધ્વસ્ત કરી દીધા છે. ભાજપ દ્વારા 156 બેઠક મળી છે. આ ઉપરાંત કોંગ્રેસને 17 અને આમ આદી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક થઇ ચુકી છે. ત્યાર બાદ આગામી 12 ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે તે અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.

મંત્રીમંડળમાં 22 થી 23 સભ્યો હોવાની શક્યતા છે
નવી સરકારનું મંત્રીમંડળ 22થી 23 સભ્યોની હોવાની શક્યતા છે. ગુજરાત સરકારના નવામંત્રીમંડળમાં નવા અને જુના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટમંત્રી અને 12થી 13 રાજ્યકક્ષાના મંત્રી બને તેવી શક્યતા છે. ગુજરાતમાં તમામ ઝોન, ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની રચના કરી શકે છે. જો કે કોઇ પણ ઝોન કે કોઇ પણ સમાજને નુકસાનની લાગણી ન દુભાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

નવા મંત્રીમંડળમાં આ લોકોને મળી શકે છે સ્થાન
નવામંત્રી મંડળમાં હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષીકેશ પટેલ, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, પંકજ દેસાઇ, પુર્ણેશ મોદી, બાલકૃષ્ણ શુક્લ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, કિરીટસિંહ રાણા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, વિનુ મોરડીયા, કૌશિક વેરિયા, ભગવાન બારડ, કનુ દેસાઇ, શંભુપ્રસાદ ટુંડિયા, ગણપત વસાવા, પીસીબરંડા, રમણલાલ વોરાનો સમાવેશ કરવામાં આવી શકે છે.

ADVERTISEMENT

ભુપેન્દ્ર પટેલની સરકારના 19 મંત્રીઓ પાસ થઇ ચુક્યાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રપટેલની સરકારના 25 મંત્રીઓ પૈકી 5 મંત્રીઓને તો ટિકિટ કપાઇ ગઇ હતી. જ્યારે 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ચુક્યાં છે. જેમાંથી ઘણા મંત્રીઓને રિપિટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT