ચંદ્રયાન-3 ને લઈ ગુજરાતને થશે ગર્વ, જાણો શું છે સુરત કનેક્શન

ADVERTISEMENT

gujarattak
gujarattak
social share
google news

સુરત: ચંદ્રયાન-3 પર ફક્ત ભારત જ નહી પણ દુનિયભરની નજર છે. ચંદ્રયાન-3 નું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. ગુજરાત માટે ગૌરવ લઈ શકાય છે અને ખાસ કરીને સુરત માટે ગૌરવની વાત છે કે ચંદ્રયાન-3 માટે સુરતની કંપની દ્વારા સુરક્ષાકવચ એવા સ્કિવબ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

ચંદ્રયાન-3 ને લઈ વૈજ્ઞાનિકો અને દેશભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. વિશ્વભરની નજર ચંદ્રયાન ત્રણ પર છે પરંતુ જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 આજે એક મહત્વનો કોમ્પોનેટ્સ છે. જે સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની જે સ્કિવબ્સ આવે છે તેનો ઉપયોગ ઈસરો દ્વારા કરવામાં આવે છે. ચંદ્રયાન 2 માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કંપની છેલ્લા 30 વર્ષથી ઈસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે.

સ્કિવબ્સજાણો ક્યાં થઈ રહ્યો છે ઉપયોગ
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાનને 14 જુલાઈએ ચંદ્ર ગ્રહ તરફ લોન્ચ કરવામાં આવશે . આ સમગ્ર પ્રક્રિયામાં ઇન્સ્ટોલેશન અને ઇગ્નિશન ખૂબ મહત્વપૂર્ણ છે. ત્યારે ચંદ્રયાનને ચંદ્ર તરફ લોન્ચ કરવામાં આવે ત્યારે ચંદ્રયાનના નીચેના ભાગમાં અત્યંત ગંભીર બ્લાસ્ટ થાય છે. જ્યાં 3 હજાર ડિગ્રી સેલ્સિયસ જેટલી ઉત્પન્ન થાય છે અને આ તાપમાન વાયરને નુકસાન ન કરે તે માટે ખાસ સ્કિવબ્સનું આવરણ તેની ઉપર ચઢાવવામાં આવે છે. જેનાથી આ બ્લાસ્ટની અસર યાન પર થતી નથી. આ સ્કિવબ્સ કોમ્પોનેન્ટને ખાસ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે.

ADVERTISEMENT

વાયરિંગ રહે છે સુરક્ષિત
સ્કિવબ્સને લઈને હિમસન સિરામિક કંપનીના ડાયરેક્ટર નિમેષ બચકાનીવાલા એ જણાવ્યું હતું કે, અમારી કંપની વર્ષ 1994થી સેટેલાઈટ અને સ્પેસયાનને આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવી આપે છે. જે કમ્પોનન્ટ બનાવ્યા છે તે ચંદ્રયાન એક અને બેમાં ઉપયોગી થયા છે. ચંદ્રયાન-3માં ઉપયોગી થવા જઈ રહ્યા છે. અમે તેને ઈમ્પોર્ટેડ રો મટીરીયલમાંથી તૈયાર કરીએ છે. 1,700 ડિગ્રી સેલ્સિયસે અમે તેને સિંન્ટરીંગ કરીએ છે. રોકેટ લોન્ચ કરતા સમયે અંદાજે 3 હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે. જેના લીધે ઘણા બધા કમ્પોનન્ટ ડેમેજ થવાની શક્યતા રહે છે. ત્યારે આ કમ્પોનન્ટનો ઉપયોગ કરી વાયર ઉપર આવરણ કરવામાં આવે છે . જેથી તાપમાનની અસર તેની ઉપર થતી નથી અને એલ્યુમિનિયાથી બનેલા આ કમ્પોનન્ટ વાયરને ગરમ થવા દેતા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT