लाइव

Gujarat Rain LIVE Updates: જૂનાગઢના માણાવદરમાં બે કલાકમાં 8 ઇંચ વરસાદ, નડિયાદ પણ પાણી-પાણી

ADVERTISEMENT

ગુજરાત વરસાદ
Gujarat Rain
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:36 PM • 01 Jul 2024
    સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરનું સંકટ!

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે, હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રૃ-કચ્છની માથે હળવાથી મધ્યમ પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી આપી છે.

  • 04:14 PM • 01 Jul 2024
    વરસાદને લઈને ગુજરાતમાં એલર્ટ

  • 02:37 PM • 01 Jul 2024
    જૂનાગઢમાં ભારે વરસાદથી 5 ગામો એલર્ટ

    જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતા 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતા વંથલી તાલુકાના વંથલી, આખા, ટીનમસ સહિતના પાંચ ગામોને કરાયા સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. જૂનાગઢનું રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ડેમ છલકાતાં પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા હતા. ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 10:46 AM • 01 Jul 2024
    સામાન્ય વરસાદની નડિયાદ શહેર પાણી-પાણી

    નડિયાદમાં સામાન્ય વરસાદને કારણે શહેરના ચાર પૈકી ત્રણ અંડરપાસમાં પાણી ભરાયા છે. ખોડિયાર અંડરપાસ, માઈ મંદિર અંડરપાસ અને વૈશાલી અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાવાને કારણે વહીવટીતંત્રે બેરિકેડ લગાવ્યા હતા. બેરિકેડીંગ હોવા છતાં લોકો વરસાદી પાણી ભરેલા અંડરપાસમાંથી વાહનો ચલાવતા જોવા મળ્યા હતા. આ જ શહેરના રબારી વાડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. રબારીવાડ વિસ્તારમાંથી વરસાદી પાણીની ગટર પસાર થાય છે, જે બ્લોક થવાને કારણે આ વિસ્તાર સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીથી ભરાઈ જાય છે.

  • ADVERTISEMENT

  • 10:42 AM • 01 Jul 2024
    રાજકોટ શહેર અને જિલ્લામાં સતત વરસાદી માહોલ

    ઉપલેટા તાલુકાના લાઠ ગામમા ધોધમાર વરસાદ

    લાઠ ગામમા બારે મેઘ ખાંગા થયાં

    લાઠ ગામમા 5 કલાકમા 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    ધોધમાર વરસાદને લઇને લાઠ ગામ પાણી પાણી

    ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર ફરી વળ્યા પાણી

    ખેતરો પણ પાણીમા ગરકાવ થયાં,
     

  • 10:42 AM • 01 Jul 2024
    જામનગરમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન

    જામનગરમાં વહેલી સવારથી મેઘરાજા બન્યા મહેરબાન 

    કાળા ડિબાગ વાદળો છવાયા બાદ વરસાદ થયો શરૂ 

    લોકોને ગરમી અને બફારામાં રાહત મળી

    નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા 

    જામનગર મહાનગરપાલિકાની પ્રિ મોનસુન કામગીરીની પોલ ખુલ્લી

    કાલાવડમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો 

    જામજોધપુરમાં એક ઇંચ અને લાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો
     

  • ADVERTISEMENT

  • 10:41 AM • 01 Jul 2024
    દીવમાં પણ મોડી રાતથી ધોધમાર વરસાદ

    દીવ ખાતે ગત રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આખી રાત પણ વરસાદી ઝાપટાઓ શરૂ રહ્યા હતા અને મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. ગત રાતથી વરસાદ આવતા દીવના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ આવતા રોડ પર પાણી વહેતું થયું.
     

  • 10:40 AM • 01 Jul 2024
    ગઢડાના પીપરડી ગામે સીતાપરી નદીમાં ઘોડાપૂર

    ગઢડા તાલુકાના પીપરડી ગામે સીતાપરી નદીમાં આવ્યું ઘોડાપૂર

    ઈંગોરાલા,સીતાપર,લીંબડીયા સહિતના ઉપરવાસના ગામોમાં સારો વરસાદ પડતાં સીતાપરી નદીમાં આવ્યા નવા નીર

    સીતાપરી નદીમાં નવા નીર આવતા પીપરડીથી ઇંગરાલા ગામ વચ્ચેનો રસ્તો થયો હાલ પૂરતો બંધ

    સીતાપરી નદી બની છે ગાંડી તુર ખેડૂતો ખુશખુશાલ

    બોટાદ જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ
     

  • 10:39 AM • 01 Jul 2024
    માણાવદરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો

    જૂનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાયો છે. જૂનાગઢ અંડરબ્રિજમાં પાણી ભરાતા જન જીવનને અસર થઈ હતી. તો માણાવદરમાં બે કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા રસાલા ડેમો ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના પગલે માણાવદરમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે. રસ્તાઓ પર પાણી ભરાતાં સોમવાર હોવા છતાં લોકોએ ઘરમાં રહેવું પડે તેવી સ્થિતિ છે. ગોકુલનગર, ગિરિરાજ સોસાયટીમાં પાણી ભરાયાં છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ તંત્ર એલર્ટ છે.

follow whatsapp

ADVERTISEMENT