Gujarat Weather: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો 5 દિવસ કેવું રહેશે હવામાન

ADVERTISEMENT

Gujarat Weather
તાપમાનમાં વધવાની શક્યતા નહિવત છે
social share
google news

Heat Wave Safety Tips: રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે સાથો સાથ તાપમાન યથાવત રહેવાની પણ વાત કરી છે. જોકે રાહતની વાતએ છે કે, તાપમાન વધવાની શક્યતાઓ નહીંવત છે.

તાપમાનમાં વધવાની શક્યતા નહિવત છે

હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફુકાશે તેમજ જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવશે. જેને કારણે તાપમાનમાં વધવાની શક્યતા નહીવત રહેવાની છે. 

આગામી સપ્તાહે કેવું રહેશે હવામાન?

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી સપ્તાહે રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં ગુજરાત સહિતના  23 રાજ્યોમાં હીટવેવની સંભાવના છે. ગરમી જૂન મહિનામાં તમામ રેકૉર્ડ તોડી શકે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ જોવા મળી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ખાખી તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની અપડેટ, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા આ રીતે લેવામાં આવશે

લૂ થી બચવાના ઉપાય
     

  • ઉનાળામાં લગતી લૂ થી બચવા માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા
  • બપોરના સમય સખત તાપમાં એકસાથે કામ ન કરવું વચ્ચે વચ્ચે થોડો આરામ લેવો અનિવાર્ય છે 
  • કામ કરતાં સમયે થોડા સમયના અંતરે  પાણી પીવું,  જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું 
  • શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્‍લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે
  • લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ 

    follow whatsapp

    ADVERTISEMENT