ગુજરાતમાં આ જિલ્લાઓમાં ફરી વરસાદની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે!

ADVERTISEMENT

ગુજરાત વરસાદ
ગુજરાત વરસાદ
social share
google news

Gujarat Weather: ગુજરાતમાં એકબાજુ ઠંડી વિદાઈ લઈ રહી છે અને ગરમી શરૂ થઈ રહી છે, આ વચ્ચે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક હોવાનું જણાવ્યું છે. આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 

આ પણ વાંચો: Amit Shah Car Viral Video: અચાનક કેમ ચર્ચામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાર?, જાણો શું છે કારણ

ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી?

હવામાન વિભાગે પણ આજથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ તથા ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગો, જૂનાગઢ, સુરેન્દ્રનગર, આહવા, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જોકે આ બાદ 3થી 6 માર્ચ સુધી રાત્રિ દરમિયાન ઠંડી પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આ દરમિયાન તાપમાનનો પારો 13 ડિગ્રી આસપાસ રહી શકે છે. 

આ પણ વાંચો:  વર્ગ-3ની 5554 જગ્યા માટે આ તારીખથી કોલલેટર કરી શકાશે ડાઉનલોડ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વરસાદના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે આંબા પર આવેલા ફ્લાવરિંગ ખરી પડવાની આશંકાને પગલે ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.  વરસાદના કારણે અંબાલાલ પટેલે ઉમેર્યું હતું કે, માર્ચ મહિનામાં ગરમીમાં વધારો થશે અને તે 40 ડિગ્રીએ પહોંચી શકે છે. આ બાદ ઉનાળુ પાકના વાવેતર માટે વાતાવરણ અનુકૂળ બનતું રહેશે.  

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT