ગુજરાતમાં ત્રણ દિવસ સળંગ વરસાદ વરસશે, હવામાન વિભાગની નવી આગાહી
Gujarat rain forecast : ગુજરાતમાં વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હવામાન વિભાગે ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદનું એલર્ટ…
ADVERTISEMENT
Gujarat rain forecast : ગુજરાતમાં વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હવામાન વિભાગે ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
કયા કયા પડી શકે છે વરસાદ
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગ અનુસાર આજથી જ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. 8 જાન્યુઆરીએ જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં માવઠું થઈ શકે છે અને જો 10 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે જેના કારણે કમોસમી વરસાદની શકયતા કરવામાં આવી છે.
રાજ્યમાં ઠંડીનો હાલ કેવો?
રાજ્યમાં કડકકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 8.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી છે. તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ છે.
ADVERTISEMENT
5 જાન્યુઆરી બાદ તાપમાનમાં ધટાડો નોંધાશે
આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે. રાજ્યમાં 5 જાન્યુઆરી બાદ તાપમાનમાં ધટાડો નોંધાશે. દિવસ-રાતના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે. દિવસે પણ ઠંડીના ચમકારાનો લોકોને અનુભવ થશે.
ADVERTISEMENT