ગુજરાત પરથી હજુ નથી ટળી વરસાદની ઘાત, હવામાન વિભાગની ખેડૂતોનું ટેન્શન વધારતી આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Weather Update: ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગત રવિવારથી રાજ્યભરમાં અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ઘણી જગ્યાએ કરા પડવાના પણ બનાવ બન્યા. કમોસમી વરસાદથી એકબાજુ ખેતરમાં ઊભા પાકને નુકસાન થતા ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે, આ વચ્ચે હજુ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

કયા-કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

હવામાન વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. પરંતુ અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે, જેમ કે દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, નર્મદામાં સામાન્ય વરસાદ આજે અને આવતીકાલે થઈ શકે છે. મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં તાપમાન સાામન્યથી 4થી 5 ડિગ્રી નીચે છે. આગામી 5 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધવાની સંભાવના છે.

ગત રવિવારે વીજળી પડવાની ઘટનામાં 24નાં મોત

ખાસ છે કે, ગત રવિવારે અને સોમવારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં 24 જેટલા લોકોના મોત થઈ ગયા, તો 61 જેટલા પશુઓના પણ મોત થઈ ગયા હતા. જે બાદ રાજ્ય સરકાર મૃતક વ્યક્તિઓના પરિજનોને સહાયની જાહેરાત કરી હતી. તો ખેડૂતોને પણ પાક નુકસાની માટે સર્વે બાદ વળતર ચૂકવવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT