ખેડૂતોને ફળી ચૂંટણી, ગુજરાતને 47,000 મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતર ફાળવવામાં આવ્યું

ADVERTISEMENT

farmer
farmer
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણીનું વર્ષ જનતાને ફળ્યું હોય તેમ સરકાર એક પછી એક ધડાધડ નિર્ણય સરકાર જનતા માટે લેવા લાગી છે. લોકાર્પણ હોય કે કર્મચારીઓના પડતર પ્રશ્નો. સરકાર એક પછી એક નિર્ણય લેવા લાગી છે. સરકારે હવે ખેડૂતના પ્રશ્ને સજાગ બની છે અને રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ઈફકોએ મહત્વનો નિર્ણય લીધો છે. ઇફકો કંપની દ્વારા ગુજરાતને 47,000  મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતર ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં સારા વરસાદના પરિણામે 82 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. હજુ આગામી સમયમાં વધુ 5  લાખ હેક્ટરમાં દિવેલા-ઘાસચારાના પાકોનું વાવેતર થશે. ખરીફ પાકોમાં યુરિયાની જરૂરિયાતને ધ્યાને લઈ તેમજ રાજ્યના ખેડૂતોને સમયસર -પૂરતું ખાતર મળી રહે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી રજૂઆતના ફળ સ્વરૂપે ઇફકો કંપની દ્વારા આયાતી યુરિયા ખાતરનું 47,000 મેટ્રિક્ ટનનો જથ્થો ગુજરાતના ખેડૂતોના હિતમાં ફાળવી આપવામાં આવ્યું છે. જેના પગલે આગામી સમયમાં પૂરતી માત્રામાં યુરિયા ખાતર રાજ્યમાં ઉપલબ્ધ થશે. હાલ રાજ્યમાં યુરિયા ખાતરનો ૨.૫૦ લાખ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થા સહિત અન્ય ખાતરો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.

રાજ્યમાં પૂરતો વરસાદ છે ત્યારે રાજ્યમાં ખેડૂતને ખરીફ પાક માટે યુરિયા ખાતરની અછત વર્તાઇ રહી છે. આ બાબતે સરકારે તમામ ખેડૂતોના હિતને ધ્યાને લઈને આયાતી યુરિયા ખાતર ફાળવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરતના ખેડૂતોને 47,000 મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતર ફાળવવામાં આવશે.આ અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, આગામી રવિ અને ઉનાળુ ઋતુમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર ઉપલબ્ધ થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 12.50 લાખ મેટ્રિક ટન યુરિયા,2.50 લાખ મેટ્રિક ટન ડીએપી,2.85 લાખ મેટ્રિક ટન એનપીકે, 0.60 લાખ મેટ્રિક ટન એમઓપી અને 1.50 લાખ મેટ્રિક ટન એસએસપીનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

સમાન પ્રકારની બેગમાં ખાતર મળશે 
હાલ દેશમાં તમામ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા ઉત્પાદિત ખાતરોનું જુદી જુદી ડિઝાઇન વાળી બેગોમાં ખાતરનું વેચાણ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર મોટા પ્રમાણમાં સબસીડી પણ આપવામાં આવે છે જેથી ભારત સરકારના નામે જ રાસાયણિક ખાતરોનું વેચાણ થાય તે જરુરી હતું. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ગાંધી જયંતિ એટલે કે તા. 02 ઓક્ટોબર- 2022થી તમામ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓને “પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના” હેઠળ એક જ સમાન પ્રકારની બેગમાં રાસાયણિક ખાતરો વેચવાનું ફરજિયાત કરાયું છે.

જેમાં હવે સમગ્ર દેશમાં ભારત યુરિયા, ભારત ડીએપી, ભારત એમઓપી અને ભારત એનપીકે તરીકે એક જ સમાન પ્રકારની બેગમાં ખાતરો વિતરણ શરુ કરવામાં આવશે. આ પ્રકારની કામગીરીથી રાસાયણિક ખાતરના ભાવોમાં કે તેની વેચાણ પદ્ધતિમાં કોઈ ફેરફાર થનાર નથી. માત્ર એક સમાન પ્રકારની બેગમાં જ રાસાયણિક ખાતરો વેચાય તે હેતુસર આ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT