ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થતા પહેલા ડામી દેતી પોલીસ અંધારામાં રહીઃ બજરંગ દળ-VHPએ કોંગ્રેસ કાર્યાલયે કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વિરોધ પ્રદર્શનો, શાંતિ પૂર્ણ રીતે થતા ધરણાઓ થતા પહેલા જ ડામી દેવાની આવડત ધરાવતી ગુજરાત પોલીસ અંધારામાં રહી ગઈ છે અને બજરંગદળ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં ઘણા વિરોધ પ્રદર્શનો, શાંતિ પૂર્ણ રીતે થતા ધરણાઓ થતા પહેલા જ ડામી દેવાની આવડત ધરાવતી ગુજરાત પોલીસ અંધારામાં રહી ગઈ છે અને બજરંગદળ તથા વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી પુતળા દહન અને વિરોધ પ્રદર્શન કરી આવી છે. હાલમાં જ કર્ણાટકમાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા બજરંગ દળ સામે આતંકી પીએફઆઈ સાથે સરખાવી પ્રતિબંધ મુકવાની વાત કરી છે. જેના દેખાવોમાં બજરંગ દળના યુવાનો લાલઘૂમ થયા છે અને જામનગર બાદ હવે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય પર દેખાવો કર્યા છે.
કોંગ્રેસ માટે 2014 પછીથી સૌથી સારા સમાચાર, કોંગ્રેસનો જાદુ એવો ચાલ્યો કે BJP ને માત્ર 9 જ સીટ મળી
વીએચપી-બજરંગ દળે કાઢી કોંગ્રેસની નનામી
જામનગરમાં ટાઉનહોલ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે બજરંગદળના અગ્રણીઓએ એકઠા થઈને કર્ણાટક કોંગ્રેસના નેતાના નિવેદનના વિરોધમાં પ્રદર્શન અને પૂતળા દહનના કાર્યક્રમને અંજામ આપ્યો હત. ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યાલય પર હિન્દુ વિરોધી, મલ્લૂ મુલ્લા જેવા લખાણના સ્ટીકર લગાવાયા હતા. અમદાવાદ કોંગ્રેસના કાર્યાલયની સામે પૂતળાદહન કરવામાં આવ્યું હતું. ટોળાએ અહીં ભેગા થઈને કોંગ્રેસ કાર્યાલય પર દેખાવો કર્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ કોંગ્રેસ ઓફિસ પર જય શ્રીરામના નારા લગાવવાની સાથે કોંગ્રેસની અંતિમયાત્રા પણ કાઢી હતી અને કોંગ્રેસના અધ્યક્ષના પૂતળા સળગાવ્યા હતા.
ADVERTISEMENT
નનામી પર સરદાર પટેલની તસવીર
બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો એટલી હદે ભાન ભુલ્યા હતા કે જે નનામી કાઢીને કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું તે નનામી પર સરદાર પટેલની તસવીર પણ મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીથી લઈને સ્થાનીક ભાજપના નેતાઓ પણ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું ગર્વ લઈ રહ્યા છે ત્યાં સંગઠનો દ્વારા આ પ્રકારે સરદાર પટેલની નનામી કઢાતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
3 મહિના થવા છતા ગાંધીનગરથી કચ્છ સુધી આ યુનિવર્સિટીના કુલપતિનું નામ નથી પહોંચ્યું
કર્ણાટકના પડઘા અમદાવાદમાં પડ્યા
ઉલ્લેખનીય છે કે હેટ સ્પિચને લઈને સુપ્રીમ કોર્ટે પણ કડક કાર્યવાહી કરવાના સૂચનો કર્યા છે ત્યારે કર્ણાટકની ચૂંટણી દરમિયાન નેતાઓ બેફામ નિવેદનો આપ્યા છે. ત્યારે અમદાવાદમાં તેના પડઘા પડ્યા છે. અમદાવાદમાં બજરંગ દળ અને વીએચપી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વિરોધમાં આ પ્રદર્શન હોવા પર અને આ ઢંઢેરામાં લખ્યું હતું કે કર્ણાટકની સત્તામાં આવ્યા પછી પાર્ટી કયા કામો પર પ્રતિબંધ મુકવાની છે. આ બધી બાબતો વચ્ચે ગુજરાતમાં તંગદીલીનું વાતાવરણ ઊભું થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT
ADVERTISEMENT