ગુજરાતમાં દીકરીઓને મળે છે 1 લાખ રૂપિયાની સહાય, માતા-પિતા જાણીલો આ મોટી યોજના વિશે
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડેલ છે. ત્યારે અમે તમને તેમાંની એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવાના છીએ.
ADVERTISEMENT
Vahli Dikri Yojana 2024 : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડેલ છે. ત્યારે અમે તમને તેમાંની એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવાના છીએ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડી છે. આ યોજના હેઠળ દીકરીને રૂપિયા 1,10,000નો લાભ મળે છે. દ્વારા રાજ્ય અને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીના શિક્ષણ વધારવા, સ્ત્રી સશક્તિકરણ કરવા અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે.
કેટલી અને ક્યારે મળે છે સહાય?
વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) અંતર્ગત વાર્ષિક રૂ. 2 લાખ કરતાં ઓછી આવક ધરાવતા પરિવારોને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.
ADVERTISEMENT
- પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે રૂ. 4000/- મળવાપાત્ર થશે.
- બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ સમયે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
- ત્રીજા (છેલ્લા) હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
યોજનાનો લાભ લેવા માટે શું છે લાયકાત?
આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- દીકરીનો જન્મ તારીખ- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
- માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
- એકલ માતા-પિતાના કિસ્સામાં માતા કે પિતાની આવકને ધ્યાનમાં રખવામાં આવશે.
- માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
- બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિને આ યોજનાનો લાભ મળી શકે છે.
આ યોજનાનો લાભ લેવા કયા ડોક્યુમેન્ટ જરૂરી?
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
3. માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
5. આવકનો દાખલો
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
8. સ્વ-ઘોષણાનો નમૂનો
9. અરજદારના રેશનકાર્ડની નકલ.
10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
ADVERTISEMENT
વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરાયું
ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના સોગંદનામાની જોગવાઈમાં નવા ફેરફાર કરાયો છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દીકરી યોજનામાં સોગંદનામાની પ્રક્રિયા રદ કરાઈ છે. હવે એફિડેવિટને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો
સરકાર દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ-ઘોષણા કરી શકાશે. આ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે. જેનો નમૂનો ડાઉનલોડની લિંક દ્વારા કરી શકાશે.
કેવી રીતે કરી શકશો અરજી?
અહીં ક્લિક કરીને Vahli Dikri Yojana Form અને સ્વ-ઘોણષા પત્ર કરો ડાઉનલોડ : View PDF
- મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજનાનું નામ ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ WCD.GUJARAT.GOV.IN પર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મળશે.
- સૌપ્રથમ ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે.
- તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના "વિધવા સહાય યોજના"ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા "જનસેવા કેન્દ્ર" પર જઈને ફોર્મ મેળવી શકાશે.
- જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.
- નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી Digital Gujarat Portal પરથી કરી શકાય છે.
- લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF ભરીને આપવાનું રહેશે.
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
- ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાલી દિકરી યોજના નું ફોર્મ ચકાસણી કરશે.
- VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
- તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.
યોજનાની અરજી બાદ સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય?
વ્હાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટ્સ ચેક કરવા માટે તમારા જીલ્લાની મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત કરવાની રહેશે.
ADVERTISEMENT