‘વફાદારો અદાકારીમાં હારી જાય છે, પરિણામે કલાકારો ફાવી જાય છે’- વડોદરાના MLAની પોસ્ટથી ચર્ચાઓનો દૌર
વડોદરાઃ વડોદરાના કદાવર નેતાઓમાં ભાજપના નેતા અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)નો પણ સમાવેશ થાય છે. હાલમાં જ્યારે વડોદરામાં ઉમેદવારોની પસંદગીને લઈને વડોદરાની પાંચ બેઠકો…
ADVERTISEMENT
વડોદરાઃ વડોદરાના કદાવર નેતાઓમાં ભાજપના નેતા અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)નો પણ સમાવેશ થાય છે. હાલમાં જ્યારે વડોદરામાં ઉમેદવારોની પસંદગીને લઈને વડોદરાની પાંચ બેઠકો પર નિરક્ષકો મુલાકાત પર હતા ત્યારે જ શૈલેષ સોટ્ટાએ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે ચર્ચાનો વિષય રહી હતી. તેમણે પોતાની તસવીર સાથે લખ્યું હતું કે, વફાદારીમાં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે, પરિણામે કલાકારો ફાવી જાય છે. જોકે બાદમાં આ પોસ્ટને સોશિયલ મીડિયા પરથી ડીલીટ કરી દેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસબા ચૂંટણીની જાહેરાત થવાની છે અને તે દરમિયાન વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો પર દાવેદારો, હાલના ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ કાર્યાલય પર વધી ન જાય અને સમસ્ત કામગીરી કોઈ પ્રકારના વાદ વિવાદ થાય નહીં તે માટે આ કામગીરી ઓનલાઈન કરવામાં આવી હતી. વડોદરાના ત્રિમંદિર ખાતે નિરિક્ષકો આજે આવી પહોંચ્યા હતા. ડભોઈ બેઠક માટે ભાજપના ત્રણ નિરિક્ષકોમાં ચીમન સાપરિયા, તૃપ્તીબેન વ્યાસ અને પ્રભુ વસાવા આવી ગયા હતા. જ્યારે અન્ય નિરિક્ષકોમાં શંકરસિંહ ચૌધરી, વીણાબેન પ્રજાપતિ અને જનક પટેલનો સમાવેશ થાય છે. વડોદરાની શહેર અને જિલ્લાની બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આજના દિવસે તેમણે વડોદરા શહેરની સયાજીગંજ, રાવપુરા અને અકોટા બેઠક માટે પ્રક્રિયા હાથ ધરી હતી. જ્યારે હવે આવતીકાલે 28મીએ તેઓ માંજલપુર અને વાડી બેઠક માટે કામગીરી આરંભશે અને તેના પછી અન્ય શહેરી તથા જિલ્લાની બેઠકોનો નંબર પણ તેવી રીતે જ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડોદરાની સયાજીગંજ બેઠક પરના હાલના ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ અગાઉથી જ પોતે ચૂંટણી નથી લડવા માગતા તેવી જાહેરાત કરી દીધી હોવાને કારણે આ બેઠક પર દાવેદારી વધુ દમદાર બની ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ડભોઈ બેઠક માટે અંદાજે 7 જેટલા દાવેદારોએ પોતાના અભિપ્રાયો સાથે દાવાઓ કર્યા છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની આ પોસ્ટ ઘણું બધું કહી દેતી હતી. તેમની પોસ્ટનો આમ તો મતલબ કાઢીએ તો જે ખરેખર ઉમેદવારીને લાયક છે તેઓ રહી જાય છે અને એક્ટીંગ કરીને સારી કામગીરી બતાવી દે તેવા લોકો આગળ વધી જાય છે. જોકે બાદમાં આ પોસ્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડીલીટ કરી દેવામાં આવી હતી. હવે ધારાસભ્ય સોટ્ટાએ કોના પર નિશાન તાક્યું હતું તે અને બાદમાં આ પોસ્ટ કેમ હટાવી દેવાઈ તેનું કારણ હાલ કહેવું મુશ્કેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT