ગુજરાત યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ, જાણો કોને સોંપવામાં આવી કમાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ હિમાંશુ પંડયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આજે નવા કુલપતિની શોધ પૂર્ણ થઈ છે. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. નીરજા ગુપ્તા હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે.

નીરજા ગુપ્તા અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટડી અબ્રોડના ડિરેક્ટર અને ભવન્સ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2021માં નીરજા ગુપ્તાએ સાંચી બૌદ્ધ-ભારતીય નોલેજ સ્ટડીઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું. સાંચી યુનિવર્સિટીમાં જોડાતા પહેલા નીરજા ગુપ્તા આરએ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન,ખાનપુર, અમદાવાદ ખાતે પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહી હતી.નીરજા ગુપ્તા 2006 થી 2012 સુધી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહી ચૂક્યા છે.

42 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે નીરજા ગુપ્તા
નીરજા ગુપ્તાએ વર્ષ 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂમાં પણ જ્ઞાન ધરાવે છે. આ ઉપરાંત, તેઓ પ્રાકૃત જેવી પ્રાચીન ભારતીય ભાષામાં નિપુણતા ધરાવે છે. અંગ્રેજીની સાથે ડો. ગુપ્તા રશિયન ભાષામાં પણ નિપુણ છે અને શૈક્ષણિક કાર્યક્રમો માટે 42 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. ડૉ. નીરજા ગુપ્તા 16 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે પણ સંકળાયેલા છે.

ADVERTISEMENT

પ્રથમ મહિલા કુલપતિ
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને આખરે નવા કુલપતિ મળી ગયા છે. ડો. નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે વરણી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાનો કુલપતિ તરીકેનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટીને પહેલા મહિલા કુલપતિ મળ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT