ગાંધીનગરમાં ફરતા ફરતા મેદાનમાં પહોંચ્યા GTના ખેલાડીઓ, યુવાનો સાથે ટેનિસ બોલ પર ક્રિકેટ રમ્યા, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા/ગાંધીનગર: IPLના કારણે હાલ દેશભરમાં ક્રિકેટ ફિવર ચાલી રહ્યો છે. IPL અને સ્કૂલ વેકેશનના કારણે સવાર-સાંજના સમયે મેદાનમાં ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. ત્યારે આ વચ્ચે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ રમ્યા ક્રિકેટ
વીડિયોમાં જોઈ શકાય છે કે ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પીનર રાશિદ ખાન, ઓડિયન સ્મિથ તથા નૂર અહેમદ બુધવારે સાંજે મહાત્મા મંદિર તરફ લટાર મારવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ત્રણેય ખેલાડીઓ એક મેદાનમાં ક્રિકેટ રમતા કેટલાક યુવાનોને જોઈને તેમની પાસે પહોંચ્યા હતા અને બેટિંગ તથા બોલિંગમાં હાથ અજમાવ્યો હતો.

મહાત્મા મંદિર પાસે ક્રિકેટ રમતો વીડિયો વાઈરલ
ત્યારે ઈન્ટરનેશનલ ખેલાડીઓ પોતાની સાથે ક્રિકેટ રમવા આવતા યુવાનો પણ ખુશ-ખુશ થઈ ગયા હતા અને તેમની સાથેની રમતના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જે હવે સામે આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાશિદ ખાન અને ઓડિયન સ્મિથ ગગનચૂંબી શોટ મારે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT