IPL ફાઈનલ માટે આજે ગુજરાત-મુંબઈ વચ્ચે કાંટાની ટક્કર, રેકોર્ડ જોઈને હાર્દિક પંડ્યાનું ટેન્શન વધી જશે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ ક્વોલિફાયર 2: IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે. ફાઇનલમાં પ્રવેશવા માટે બંને ટીમોએ આ મેચ જીતવી જરૂરી છે. આ ‘કરો યા મરો’ની મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કરર થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશવાનું લક્ષ્ય રાખશે. જ્યારે રોહિત શર્મા આઈપીએલનું છઠ્ઠું ટાઈટલ જીતવા માટે ફાઇનલમાં જગ્યા બનાવવા ઈચ્છશે. મેચ પહેલા કિંજલ દવે મેદાનમાં પરફોર્મેન્સ કરશે.

કોણ કોના પર ભારે?
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચોની વાત કરીએ તો રોહિત શર્માનું પલડું ભારે છે. આઈપીએલમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈએ 2 અને ગુજરાતે એક મેચ જીતી હતી. IPL 2023માં રમાયેલી બે મેચમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. અને IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું.

ADVERTISEMENT

શાનદાર છે મુંબઈના આંકડા
તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 2017 થી પ્લેઓફમાં કોઈ મેચ હારી નથી. 2017માં, ટીમને ક્વોલિફાયર-1માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ દ્વારા પરાજય મળ્યો હતો. જો કે આ પછી પણ મુંબઈ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું. ત્યાર બાદ પ્લેઓફમાં મુંબઈ ઈન્ડિયન્સને કોઈ હરાવી શક્યું નથી. 2017 પછી, મુંબઈ 2019, 2020 અને વર્તમાન સિઝન 2023માં પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું છે. આ દરમિયાન ટીમે 7 પ્લેઓફ મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. લખનૌ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવીને ટીમે આ સિઝનના ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી હતી.

IPL 2023 GT vs MI Match: गेंदबाजों ने किया मुंबई इंडियंस का बेड़ागर्क, इन 6 ओवर में गंवाया पूरा मैच - IPL 2023 GT vs MI Match Score Updates Hardik Pandya Rohit Sharma Gujarat Titans beat Mumbai Indians analysis tspo - AajTak

ADVERTISEMENT

ગુજરાતની ફાઈનલ પર રહેશે નજર
મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાનાર ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઈટન્સની નજર સતત બીજી વખત ફાઈનલમાં પ્રવેશવા પર હશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતે IPL 2022ની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં પણ ગુજરાતે શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. આ દરમિયાન ગુજરાતની ટીમે 14માંથી 10 મેચ જીતી અને 4માં હારનો સામનો કરવો પડ્યો. હાર્દિકની ટીમ 20 પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે મુંબઈની ટીમે 14માંથી 8 મેચ જીતી અને 6માં હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.

ADVERTISEMENT

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ 11
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, યશ દયાલ, મોહિત શર્મા, મોહમ્મદ શમી.

મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વાધેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય.

અમદાવાદમાં આ રસ્તા શુક્રવાર અને રવિવારે બંધ રહેશે
શહેરમાં IPLની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ શુક્રવારે અને રવિવારે રમાવાની છે. જેને લઈને ટ્રાફિકની સમસ્યા ન થાય એટલે 4 દિવસ માટે જનપથ ત્રણ રસ્તાથી મોટેરા ત્રણ રસ્તા સુધીનો માર્ગ બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી વાહનો માટે બંધ રહેશે. વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ વાહન ચાલકો કરી શકશે. વૈકલ્પિક રસ્તા તરીકે તપોવન સર્કલથી વિસત ત્રણ રસ્તાથી પ્રબોધરાવળ સર્કલના રસ્તા પરથી અવરજવર કરી શકશે.

    follow whatsapp

    ADVERTISEMENT