GUJARAT: ચાંગોદર GIDC માં ઓઇલ ટેન્કર સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમીકોનાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરના ચાંગોદરમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના બની છે. સહારા પેટ્રોલિયમની દુર્ઘટના સર્જાઇ હતી. ઘટનાને પગલે ચાંગોદરમાં ત્રણ શ્રમીકોના મોત નિપજ્યાં હતા. પ્રાથમિક રીતે આગ લાગવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ શ્રમીકોનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. ચાંગોદર જીઆઇડીસીમાં ઓઇલ ટેન્કર સાફ કરતા શ્રમીકોના મોત નિપજ્યાં છે.

મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બની દુર્ઘટના
મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મોરૈયા નજીક આવેલી સહારા પેટ્રોલિયમ નામની ફેક્ટરીમાં ત્રણ શ્રમીકોના મોત નિપજ્યાં છે. જેમાં ઓઇલ ટેન્કર સાફ કરી રહેલા ત્રણ શ્રમીકોનાં મોત નિપજ્યાં છે. હાલ તો ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે.

ટેન્કર સાફ કરી રહેલા ત્રણ મજૂરો ગુંગળાયા
ચાંગોદર જીઆઇડીસીમાં ફેક્ટરીમાં મોટી દુર્ઘટના બની છે. ઓઇલ ટેન્કર સાફ કરી રહેલા ત્રણ શ્રમીકોનાં ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યાં છે. ઘટના પ્લોટ નંબર 19D માં બન્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરની ટીમ અને પોલીસ ટીમ દ્વારા મૃતદેહોને ટેન્કરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

આવી દુર્ઘટના માટે કોની બેદરકારી?
જો કે આ ઘટનાની સૌથી ગંભીર સવાલ થાય છે કે, ત્રણ શ્રમિકોનાં મોત નિપજ્યાં તેના માટે જવાબદાર કોણ? બેદરકાર ફેક્ટરીના માલિકો, બેદરકાર તંત્ર કે જે ફેક્ટ્રીઓ અંગે યોગ્ય કાળજી નહી રાખતું તંત્ર કે પછી સરકાર. હાલ તો ત્રણ જીવન છીનવાઇ ચુક્યાં છે. તેના માટે જવાબદાર કોણ?

    follow whatsapp

    ADVERTISEMENT