શાળાએ જતી વલસાડની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાઃ ગુજરાત-મહારાષ્ટ્ર પોલીસ સાથે કરશે તપાસ
વલસાડઃ વલસાડના ઉમરગામના એક ગ્રામ્ય વવિસ્તારમાં દસ વર્ષની બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસે તપાસ આરંભી હતી. જેમાં બાળકી…
ADVERTISEMENT
વલસાડઃ વલસાડના ઉમરગામના એક ગ્રામ્ય વવિસ્તારમાં દસ વર્ષની બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસે તપાસ આરંભી હતી. જેમાં બાળકી પર દુષ્કર્મ પણ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ મામલામાં ગણતરીના કલાકોમાં આરોપીને ધરપકડ કરી લીધી છે.
સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક, એન્જિયોપ્લાસ્ટી અંગે માહિતી આપી
મહારાષ્ટ્ર પોલીસે કરી લીધી આરોપીની ધરપકડ
વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં વંકાસ નજીક એક દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે. બાળકીની હત્યા કરેલી લાશ મળી આવતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ બાળકી મહારાષ્ટ્રની રહેવાસી હતી. મહારાષ્ટ્રના તલાસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. મામલો એવો હતો કે આ બાળકી શાળાએ જઈ રહી હતી. દરમિયાન શખ્સે તેનું અપહરણ કરી ગુજરાતના ઉમરગામમાં લઈ આવ્યો હતો. ત્યાં વંકાસ નજીક બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
માવઠાની હવામાન વિભાગની આગાહી પછી આંબાવાડીના ખેડૂતોની ચિંતા વધી, અમરેલીના ખેડૂતોએ શું કહ્યું?
કેમ બંને રાજ્યોની પોલીસ સાથે મળી
મતલબ કે આરોપીએ બાળકીનું અપહરણ કર્યું હતું મહારાષ્ટ્રમાં અને દુષ્કર્મ તથા હત્યા ગુજરાતમાં કરી હતી. ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. વંકાસની હદમાં બાળકી પર દુષ્કર્મ તથા ગળું દબાવી દઈને કરવામાં આવેલી કરપીણ હત્યાને લઈને હવે વલસાડની ઉમરગામ પોલીસ તથા મહારાષ્ટ્ર પોલીસ સાથે તપાસ હાથ ધરશે.
ADVERTISEMENT
(ઈનપુટઃ કૌશિક જોષી, વલસાડ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT