ગુજરાતની ધરા ફરી ધ્રુજીઃ તુર્કી જેવા ભૂકંપની આગાહીઓ વચ્ચે કચ્છમાં આંચકો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક સમયથી ભૂકંપના નાના નાના આંચકાઓ સતત આવી રહ્યા છે. હાલમાં જ તુર્કી અને સિરિયામાં ભૂકંપે ભારે તારાજી સર્જી છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ જમીન નીચે એવી ઘણી જીંદગીઓ છે જે પોતાને બચાવાશે તેની રાહ જોઈ રહી છે. આ સંજોગોમાં કચ્છમાં 3.0ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.

મોદીનું જેકેટ જ નહીં ખડગેના સ્કાફની પણ ચર્ચાઃ BJPનો દાવો- આ 56 હજારનું છે

ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 24 km દૂર
કચ્છમાં બુધવારે મોડી રાત્રે 9.08 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પણ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તુર્કીના ભૂકંપનું અનુમાન લગાવનારા એક ડચ રિસર્ચરના અનુસાર આગામી સમયમાં વધુ એક ભૂકંપનો મોટો ઝટકો આવવા જઈ રહ્યો છે જે ભારતને પણ ધમરોળશે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રિસર્ચરના અનુસાર આ ભૂકંપનો અંત ભારતીય મહાસાગરમાં થશે.

અરવલ્લીમાં SMCની કાર્યવાહીઃ મોડસા-શામળાજી હાઈવે પરથી દારુ ઝડપ્યો

અમરેલી, ભચાઉ, બનાસકાંઠા અગાઉ પણ હચમચ્યું હતું
ઉલ્લેખનીય છે કે જે દિવસે તુર્કીમાં ભૂકંપ આવ્યો તે જ દિવસે રાત્રે અમરેલીમાં પણ ભૂકંપનો નાનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત ગત 11મી જાન્યુઆરીએ સવારે જ ભચાઉમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેનું પણ કેન્દ્ર બિંદુ ભચાઉથી 16 કિમી દૂર હોવાનું સામે આવ્યું હતું. તે ઉપરાંત 10મી ડિસેમ્બરે બનાસકાંઠામાં પણ બપોરના સમયે લગભગ 15થી 20 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT