‘મમ્મી હું મોડી ઉઠીશ’ IPS બનવા તૈયારી કરતી સુરતની યુવતી રાત્રે ભણવા બેઠી, સવારે મૃત મળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતી એક યુવતી યુપીએસસીની એક્ઝામની તૈયારીઓ કરતી હતી. તેના સપના આઈપીએસ અધિકારી બનવાના હતા પરંતુ ગત રાત્રે જ્યારે તે તૈયારીઓના ભાગ રુપે વાંચવા બેઠી હતી પરંતુ જ્યારે સવારે તેનો પરિવાર તેને ઉઠાડવા ગયો ત્યારે તે મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસે આ ઘટનામાં યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર યુવતીના રહસ્યમય મૃત્યુ પાછળ સાચુ કારણ શું છે તે પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં સ્પષ્ટ થશે.

પેપરલીક કૌભાંડના આરોપી સામે માનવ વધનો ગુનો દાખલ કરવા યુવરાજસિંહે સરકાર સામે કર્યા સાવલો, જાણો

મમ્મીને કહ્યું હું મોડી ઉઠીશ, રાત્રે વાંચવામાં મોડું થશે
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ઓલપાડ વિસ્તારમાં કોસમ ગામમાં રહેતી 21 વર્ષિય યુવતી અમી પટેલ યુપીએસસીની તૈયારીઓ કરતી હતી. તેના સપના આઈપીએસ અધિકારી બનવાના હતા. જોકે તે આ માટે ભણતી રહેતી હોય પરિવાર પણ મોટા ભાગે તેના ભણતરમાં વિક્ષેપ ન પડે તેનું સતત ધ્યાન રાખતો હતો. ગત મોડી રાત્રે તેણીએ તેના મમ્મીને કહ્યું કે મમ્મી હું મોડી રાત્રી સુધી ભણીશ, સવારે હું મોડી ઉઠીશ. જોકે જ્યારે વહેલી સવારે માતા તેને ઉઠાડવા ગયા પરંતુ તે ઉઠી જ નહીં. તેને તુરંત સારવાર માટે પરિજનો નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

VIDEO: ટ્રક ચાલકે કારને ટક્કર મારીને 3 KM સુધી ઢસડી, લોકો બુમો પાડતા રહ્યા પણ ડ્રાઈવર ઊભો ન રહ્યો

પોસ્ટ મોર્ટમને આધારે મૃત્યુનું સાચુ કારણ સામે આવશે
સુરત સિવિલ હોસ્પિટલમાં આ યુવતીને વધુ સારવાર માટે લાવવામાં આવી. 21 વર્ષની અમી પટેલને જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ તપાસી ત્યારે તેમણે મૃત જાહેર કરી હતી. જોકે યુવતીનું મૃત્યુ કેવી રીતે થયું? રાત્રે તો તે સ્વસ્થ હતી અને વાંચવા બેસવાની વાત કરતી હતી, તો પછી સવારે તેના મોતને લઈને સહુને આશ્ચર્ય સાથે ઘણા પ્રશ્નો હતા. આખરે યુવતીના મૃત્યુનું કારણ જાણવા ઓલપાડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આ યુવતીનું પોસ્ટ મોર્ટમ થશે અને તેના રિપોર્ટને આધારે તેના મૃત્યુ પાછળનું સાચુ કારણ સામે આવશે. જેના કારણને લઈને પોલીસ આગામી સમયમાં આ ઘટનામાં શું પગલા લેશે તે પણ નક્કી થઈ જશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT