ભાવનગરઃ પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી પર દરોડો, 4 ટન માલ જપ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર મહાનગર પાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી પર દરોડો કર્યો હતો. શહેરના જુના બંદર રોડ પર આવેલ પ્રેસ રોડ નજીક આવેલી ફેક્ટરીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તાજેતરમાં જ પ્રતિબંધિત પ્લાસ્ટિકની ડ્રાઇવ હાથ ધરી અલગ અલગ વેપારીઓને દંડ ફટકાર્યા હતા.

બજેટની જેમ પરીક્ષાઓના પેપરની કેમ થતી નથી સુરક્ષા? જાણો કેવી રીતે થાય છે બજેટનું રક્ષણ

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 4 ટન જથ્થો જપ્ત
ભાવનગર શહેરથી થોડે દૂર આવેલા જુના બંદર નજીક પ્રેસ રોડ પાસે આવેલી પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૪ ટન જેટલો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. હજુ પણ કાર્યવાહી શરૂ છે. મહાનગરપાલિકાના અધિકારીઓને મળેલી બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિક મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

પોલીસ જ કહી દેતી કે, ‘રેડ પડવાની છે’- ગુજરાતમાં વધુ એક જાસુસીકાંડ, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

સોલિડ વેસ્ટ વિભાગને મળી માહિતી અને પછી થઈ રેડ
ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના જુના બંદર રોડ પર આવેલા પ્રેસ રોડ નજીક આવેલી પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓએ રેડ કરી હતી. કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને સાંજ સુધી પ્લાસ્ટિકના જથ્થાની ગણતરી ચાલી રહી હતી. જોકે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો એટલી મોટો મોટી માત્રામાં હતો કે આખો એક ટ્રક ભરાઈ ગયો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપી લઇ ફેક્ટરીના સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT