રાજકોટથી વિસાવદર જાન લઈને જતી લક્ઝરી બસનો અકસ્માતઃ ક્રેનથી કાઢવી પડી બસ
રાજકોટઃ રાજકોટથી વિસાવદર જાન લઈને જઈ રહેલી એક લક્ઝરી બસનો અકસ્માત થયો છે. ગુરુવારે ગોંડલ ગુંદાળા ચોકડી પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો હતો.…
ADVERTISEMENT
રાજકોટઃ રાજકોટથી વિસાવદર જાન લઈને જઈ રહેલી એક લક્ઝરી બસનો અકસ્માત થયો છે. ગુરુવારે ગોંડલ ગુંદાળા ચોકડી પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો હતો. બસ અને યુટિલિટી વચ્ચે થયેલા આ અકસ્માતમાં બસમાં સવાર તમામનો બચાવ થયો હતો. અકસ્માતને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી.
ક્રિકેટર અક્ષર પટેલના લગ્નમાં તેની બહેન સહિતના જાનૈયાઓ જુઓ કેવા મન મુકીને નાચ્યાઃ Video
બસ કારખાનાની દીવાલમાં ભટકાઈ ગઈ
ગોંડલની ગુંદાળા ચોકડી પાસે એક ખાનગી ટ્રાવેલ્સ બસનો યુટિલિટી સાથે અકસ્માત થયો હતો. જેમાં બસને મોટું નુકસાન થવા પામ્યું હતું. જોકે બસમાં સવાર 15થી વધુ જાનૈયાઓનો આ ઘટનામાં ચમત્કારીક બચાવ થયો હતો. ગુંદાળા ચોકડી પાસેના ઓવરબ્રિજ નજીક આ અકસ્માત થયો હતો જેમાં એક નોનવેજની લારીને બસે અડફેટે લઈ લીધી હતી અને સીધી જ કારખાનાની દીવાલ સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં બસને કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનીક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT