PSI બાદ વધુ એક ભરતી કૌભાંડઃ ‘નિયમો નેવે મુકી બેન્કમાં મેનેજર બનાવ્યા’
અરવલ્લીઃ હાલમાં જાણે પેપર લીક, નિયમો નેવે મુકી ભરતી કરી દેવાની જાણે મૌસમ ચાલી હોય તેમ સતત એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે.…
ADVERTISEMENT
અરવલ્લીઃ હાલમાં જાણે પેપર લીક, નિયમો નેવે મુકી ભરતી કરી દેવાની જાણે મૌસમ ચાલી હોય તેમ સતત એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. હાલમાં જ ગુજરાતમાં પીએસઆઈની ગેરરીતિ થઈ હોવાના આરોપો યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા હતા. બનાવટી દસ્તાવેજો ઊભા કરી યુવકે પીએસઆઈની નોકરી મેળવી લીધાનો આરોપ મુકાયો હતો. ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ લઈ રહેલા મયુર તડવીની ગત સાંજે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પુછપરછ કરી હતી. હવે આ માહોલ વચ્ચે વધુ એક ભરતી કૌભાંડ સામે આવી રહ્યું છે. જેમાં બાયડની સાઠંબા પીપલ્સ બેન્કમાં મેનેજરની ભરતી પ્રક્રિયા પર આરોપો લાગ્યા છે. બેન્કના મેનેજરની પોસ્ટ પર નિમણૂંક માટે નિયમોને નેવે મુકાયાનો આરોપ લગાવી ખુદ ચૂંટાયેલા ડિરેક્ટર દ્વારા જ વિરોધ કરાયો છે.
GUJARATTAK ની UN ની OHCHR કમિટી સાથે ખાસ વાતચીત, કહ્યું નિત્યાનંદ ના નિવેદનનું કોઇ મહત્વ
બોર્ડ ઓફ નોમિનીમાં લેખિતમાં વિરોધ કરાયો
બાયડની સાઠંબા પીપલ્સ બેન્કમાં મેનેજરની ભરતી પ્રક્રિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે. બેન્કમાં ચૂંટાયેલા ડિરેક્ટર દ્વારા જ ભરતી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો છે. બેન્કના ચૂંટાયેલા ડિરેક્ટર દ્વારા જ ભરતી પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને સાથે તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આરોપ પ્રમાણે બેન્કમાં મેનેજરની ભરતી માટે ચેરમેન દ્વારા નીતિ નિયમોને નેવે મુકાયા હોવાનો આરોપ મુક્યો હતો. અરજદાર ડિરેક્ટર દ્વારા રજીસ્ટર અને બોર્ડ ઓફ નોમિનીમાં લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો છે. જે હડકંપ મચાવી દેનારી ઘટના છે.
PM મોદી પર કેજરીવાલનો પ્રહાર ‘વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જેમ અતિ કરી રહ્યા છે!’
સ્થાનિક રાજકારણ ગરમાયું
અરજદાર ડિરેક્ટર દ્વારા લેખિત વિરોધ કરવામાં આવ્યા પછી બોર્ડ ઓફ નોમિની મહેસાણા દ્વારા બેન્કના ચેરમેન અને મેનેજરને 1 માર્ચે હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યું છે. બોર્ડ ઓફ નોમિની દ્વારા ભરતી પ્રક્રિયાના તમામ દસ્તાવેજોને આ આરોપ પછી જપ્ત પણ કરી લેવામાં આવ્યા છે. સાઠંબા પીપલ્સ બેન્કમાં મેનેજરની ભરતી પ્રક્રિયાને લઈને થયેલા વિવાદને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિતેષ સુતરિયા, અરવલ્લી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT