મહિસાગરમાં 41 દિવસમાં કોર્ટે બાળકીઓ પર દૂષ્કર્મ કરનારા 22 આરોપીઓ સામે આપ્યા ચુકાદા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર એડીશ્નલ સેશન્સ જજ પોકસો એકટ હેઠળ ગુના અંગે ખૂબ સંવેદનશીલ જોવા મળી રહ્યા છે. તેમણે છેલ્લા ૪૧ દિવસમાં રેકોર્ડબ્રેક ૨૨ ચુકાદાઓમાં સખત કેદની સજાનો આદેશ કર્યા છે. સ્પે. પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે જાન્યુઆરી માસમાં પોકસો હેઠળના ૧૬ ચુકાદાઓ આપ્યા છે. જેમાં ૧૨ કેસમાં આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોઇ સમાજમાં આવા ગુના બનતા અટકાવવા માટે સખત કેદની સજાનો આદેશ કર્યો છે. જ્યારે ફેબ્રુઆરી માસમાં ૨૧ દિવસમાં ૧૨ ચુકાદામાં ૧૦ કેસમાં આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોઇ સખત કેદની સજાનો આદેશ કર્યો છે. આમ છેલ્લા એકતાલીસ દિવસમાં પોકસો એકટ હેઠળ ૨૮ ચૂકાદાઓમાંથી ૨૨ ચુકાદામાં સજાનો આદેશ કર્યો છે.

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાના 24 કલાકમાં નવા પ્રમુખની વરણી

આજે આપેલો ચુકાદોઃ સંતરામપુરની સગીરાને ભગાડી જવામાં ૨૦ વર્ષની કેદ
સંતરામપુર તાલુકાની ૧૫ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ અપહરણના ગુનાનો કેસ મહિસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં દોષિત ઠરાવીને આરોપી અશ્વિન બળવંતભાઈ ભુરીયાને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ હુકમનો આદેશ કર્યો છે.

મોડાસાઃ 4 દીપડાના ભયથી ખેડૂત પોતે પાંજરે પુરાયોઃ વનવિભાગ ક્યાં?

શું બન્યો હતો બનાવ
કેસની વિગત મુજબ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામનો આરોપી અશ્વિન બળવંતભાઈ ભુરીયાએ વર્ષ ૨૦૨૧માં સંતરામપુર તાલુકાની ૧૫ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ યોન શોષણ કરી ગુનો કર્યો હતો. આરોપી વિરુધ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ મહિસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરુધ્ધ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોઇ સમાજમાં આવા ગુના બનતા અટકાવવા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી અશ્વિન બળવંતભાઈ ભુરીયાને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુમાં ભોગ બનનારને મહિસાગર કાનુની સેવા સત્તા મંડળને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT