જુનીયર ક્લાર્ક જ નહીં, આ પેપર પણ લીક કેવી રીતે થતા હતા? જાણો કોની શું ભૂમિકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ભરતીઓના પેપર ફોડીને મળતીયાઓ અને ભ્રષ્ટાચારીઓને સીધો ફાયદો થતો હતો તે બાબત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પૈકીના કેતન બારોટની ભૂમિકા માત્ર જુનીયર ક્લાર્ક જ નહીં અન્ય પેપરમાં પણ ભૂમિકા જોવા મળતી હોવાનો ઘટસ્ફોટ આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. તો આવો જાણીએ કે કોણે કેવી રીતે પેપર ફોડવામાં સંડોવણી કરી…

આ દિગ્ગજ નેતાઓની મુશ્કેલીમાં વધારો, જમીન કૌભાંડ મુદ્દે બદનક્ષીનો કેસ કોર્ટમાં દાખલ

મોસાડથી મળ્યો સાથી
ગુજરાત એટીએસની કેતન બારોટના ત્યાં આજે શુક્રવારે રેડ થઈ હતી. યુવરાજસિંહે કહ્યું કે, મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરી સાથે સીધો વ્યક્તિ સંકળાયેલો છે તે છે કેતન બારોટ, અને નરસિંગપુર તે એનું મોસાડું છે. તે તેના મામાના ગામમાં જ મોટા થયેલા અને ત્યાં અવિનાશના સંપર્કમાં આવ્યા હતા. અવિનાશ પણ નરસિંગપુરનો જ છે. આ લોકોએ ભેગા થઈ સૌથી વધારે કૌભાંડ આચર્યું હોય તો તે ઉર્જા વિભાગના જે પેપર લેવાતા હતા. જુનિયર એન્જિનિયર અને જુનિયર આસિસ્ટન્ટના તેમાં પીજીવિસિએલ, યુજીવીસીએલ મળી પાંચેય ઉર્જા કંપનીઓ દ્વારા પેપર લેવાતા હતા તેમાં તેમની મુખ્ય ભૂમિકા રહેતી હતી. ઓનલાઈન પેપર લેવાતા તેમાં આ લોકોની મોટી ભૂમિકા હતી.

રાજકોટના યુવકનું આફ્રિકામાં પાકિસ્તાનીઓ દ્વારા અપહણ, છોડાવવામાં પોલીસને મળી મોટી સફળતા, જાણો કેવી રીતે

જુનિયર એન્જિનિયર/ આસિસ્ટન્ટ તરીકે સીધા ભરતી કરાવ્યા
તેમણે એવું પણ કહ્યું કે, તેઓ જ્યારે પણ પેપરના સેન્ટર નક્કી કરવાના હતા ત્યારે તે બરોડામાં સેન્ટરો સેટ કરવાનું કામ કેતન બારોટ કરતો હતો. કેતન બારોટ વિદ્યાર્થીઓને લાવવા માટે તેના નિચેના એજન્ટો હતા જે અવિનાશ છે, તેની સાથે અરવિંદ છે, અજય પટેલ છે તેની સાથે સીધો જોડાયેલો હતો. આ જ વ્યકિતએ ભૂતકાળમાં ઘણા લોકો છે કે જેમને જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટમાં સીધા જ નોકરીએ લગાવ્યા હતા. આજની તારીખે પણ તે લોકો નોકરી કરી રહ્યા છે. તેની સાથે કેતન બારોટ અન્ય સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ લેવાતી હોય છે તેમાં ઓનલાઈન એક્ઝામ હોય તેમાં જેઈઈ, સ્ટાફ સિલેક્શન, નીટનું સેન્ટર ફાળવવામાં આવતું ત્યારે કેતન બારોટનું ઈન્વોલ્વમેન્ટ વધારે જોવા મળતું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT