મહીસાગર: કોર્ટનો દાખલારૂપ ચુકાદો, સગીરાને ઉપાડી જનારને 20 વર્ષની સજા
વીરેન જોશી.મહીસાગર: મહીસાગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા સગીરાને ઉપાડી જઈ તેના પર દુષ્કર્મ કરવાના કેસમાં ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે પોક્સો હેઠળ ચાલી ગયેલા કેસમાં…
ADVERTISEMENT
વીરેન જોશી.મહીસાગર: મહીસાગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા સગીરાને ઉપાડી જઈ તેના પર દુષ્કર્મ કરવાના કેસમાં ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે પોક્સો હેઠળ ચાલી ગયેલા કેસમાં આરોપીને 20 વર્ષની સજા આપી છે. 17 વર્ષની સગીર દીકરીનું અપહરણ કરીને તેનું શારીરિક શોષણ કર્યું હોવાને લઈને કોર્ટે તેને આકરી સજા ફટકારી છે.
પોલીસ પેપરકાંડમાં સંડોવાયેલાઓને બચાવવા જશે તો યુવરાજસિંહ શું કરશે? આપ્યો જવાબ
2 વર્ષ પહેલા બન્યો બનાવ, 20 વર્ષની સજા
મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો . કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપી મહીન શંકરભાઈ ખાંટને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ હુકમનો આદેશ . કોર્ટ દ્વારા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના તલાદરા ગામના આરોપી મહીનભાઈ શંકરભાઈ ખાંટે વર્ષ ૨૦૨૧ માં લુણાવાડા તાલુકાની ૧૭ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કર્યા સંદર્ભે આરોપી સામે કેસ નોંધાયો હતો. આરોપી વિરુધ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયો હતો. જે પછી પોલીસે તેને ઝડપી પાડીને કોર્ટ કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો . કેસ શરૂ થયો હતો.
આ દિગ્ગજ નેતાઓની મુશ્કેલીમાં વધારો, જમીન કૌભાંડ મુદ્દે બદનક્ષીનો કેસ કોર્ટમાં દાખલ
સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો
આરોપી વિરુધ્ધ કેસ ચાલી જતા અને સરકાર તર્ફે સરકારી વકીલ જયવીરસિંહ જે . સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે. પોકસો જજ અને એડીનલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આવા ગુનાઓ અટકાવવા માટે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી મહીન શંકરભાઈ ખાંટનાઓને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT